ઓસમ (Osam competition) આરોહણ-અવરોહણ સ્પર્ધા 2023-24નું આયોજન તા.30 ડિસેમ્બર 2023, શનિવારના રોજ ઓસમ પર્વત, પાટણવાવ, તા.ધોરાજી, જિ. રાજકોટ ખાતે કરવામાં આવ્યુ છે.

રાજયકક્ષાની ચતુર્થ ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા 30 ડિસેમ્બરે યોજાશે, 300 સ્પર્ધકો લેશે ભાગ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Osam competition: ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય સંચાલિત રાજયકક્ષાની ચતુર્થ ઓસમ (Osam competition) આરોહણ-અવરોહણ સ્પર્ધા 2023-24નું આયોજન તા.30 ડિસેમ્બર 2023, શનિવારના રોજ ઓસમ પર્વત, પાટણવાવ, તા.ધોરાજી, જિ. રાજકોટ ખાતે કરવામાં આવ્યુ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

Osam competition: 14થી 18 વર્ષની ઉંમરના જુનીયર 173 ભાઈઓ, 127 બહેનો મળી કુલ 300 સ્પર્ધકો ભાગ લેશે

જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દિહોરાએ સ્પર્ધાની તૈયારીઓ વિષે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં 14થી 18 વર્ષની ઉંમરના જુનીયર 173 ભાઈઓ તેમજ 127 બહેનો મળી કુલ 300 સ્પર્ધકો ભાગ લેશે. સવારે 07:00 કલાકથી ભાઈઓ તેમજ સવારે 07:30 કલાકથી બહેનો માટે સ્પર્ધા યોજાશે.

સ્પર્ધકો માટે રહેવા/જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક રાજય સરકાર દ્રારા કરવામાં આવે છે, જેમાં ભાઈઓ માટે ફિલ્ડ માર્શલ વાડી, કડવા પટેલ સમાજ વાડી તેમજ બહેનો માટે જૈન સમાજ ધર્મશાળા ખાતે રહેવાની વ્યવસ્થા તથા ફિલ્ડ માર્શલ વાડી, કડવા પટેલ સમાજ વાડી ખાતે ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તેઓએ વ્યવસ્થા વિષે જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા સ્પર્ધાના રૂટ ઉપર સ્પર્ધા શરુ થાય તે પહેલા એક રાઉન્ડ લગાવી જંગલી પ્રાણીઓ ન હોય તેની ખાતરી કરી લેવામાં આવશે. રૂટ ઉપર આવતા ઝાડી – ઝાંખરા હટાવી લેવાશે.

આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સહિત 4 મેડીકલ ટીમ ઉપલબ્ધ રહેશે. જેમાં એક ટીમ માત્રી માતાના મંદિરે, એક ટીમ ટપકેશ્વર મહાદેવ મંદિરે તથા બે ટીમ ફીનીશીંગ રેખા પાસે ફર્સ્ટ એઇડ બોકસ તથા હોસ્પિટલ સંબંધી જરૂરી ટેમ્પરરી સાધન સામગ્રી સાથે તૈનાત રહેશે.

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ વિભાગ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર રહેશે. સ્પર્ધા દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ નહિ તેની તકેદારી પી.જી.વી.સી.એલ. વિભાગ રાખશે.

Osam competition: વિજેતા સ્પર્ધકોને રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં મળશે સીધો જ પ્રવેશ

સ્પર્ધકોની મદદ અને વ્યવસ્થા માટે શિક્ષકો પણ હાજર રહેશે. સ્પર્ધાનું પરિણામ પોલીસ વિભાગમાં ભરતી માટે ઉપયોગમાં લેવાતી લેટેસ્ટ RFID સિસ્ટમની મદદથી તૈયાર કરવામાં આવશે. તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત કોચિંગ મેન્યુઅલ ટાઈમિંગની પણ મદદ લેવામાં આવશે.

આ પણ વાંચો: વિસાવદરમાં મહિલાઓ માટે યોજાઈ ચિકિત્સા શિબિર

ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં 1 થી 10 ક્રમે વિજેતા થનાર સ્પર્ધકો (ભાઈઓ-બહેનો)ને રૂ.2,34,000/- ના રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. વિજેતા થયેલા આ સ્પર્ધકોને રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધો જ પ્રવેશ આપવામાં આવશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.