Weather Update : ભરશિયાળે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડુતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આગામી 2થી 3 દિવસ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે સંભવના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : ભારતના સૌથી સમૃદ્ધ મંદિરો, દર વર્ષે થાય છે કરોડોની આવક
Weather Update : ગુજરાતમાં શિયાળો જામ્યો છે. ઠંડીમાં વધારા સાથે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાઇક્લોનિક સર્ક્યલેશન સક્રિય થતા રાજ્યમાં વાદાળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરના લીધા ગુજરાતના કેટલાક વિસ્તારમાં 8 જાન્યુઆરી એટલે કે આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
હવામાન વિભાગ અનુસાર આજથી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને દિવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
અંબાલાલ પટેલે શું કહ્યું?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 8થી 9 જાન્યુઆરીએ સામાન્ય કમોસમી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 11થી 13 જાન્યુઆરીએ નબળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પર્વતિય વિસ્તારમાં હિમવર્ષા થવાની શક્યતા છે. તેમજ 14 અને 15 જાન્યુઆરીએ ઠંડા પવનો ફૂંકાય તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.
આ પણ જુઓ : ભારતના 10 સૌથી સમૃદ્ધ મંંદિરો
રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર
જો ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો, રવિવારે નલિયા 10.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતુ. ઉપરાંત અમરેલીમાં 13.7 ડિગ્રી, વડોદરામાં 15.2 ડિગ્રી, ભુજમાં 12.8 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, રાજકોટમાં 12.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતુ.