Dinesh Rathod, Gujarat, Khabri media
Gujarat: ઘોષિત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannu) વિરુદ્ધ એર ઈન્ડિયાની ફ્લાઈટ (Air India)માં મુસાફરી કરતા લોકોને ધમકાવવા અને 19 નવેમ્બરથી એરલાઈન્સની ફ્લાઈટ્સનું સંચાલન બંધ કરવાની ધમકી આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency)એ સોમવારે આ જાણકારી આપી હતી. NIAએ કહ્યું હતું કે આ કેસ ભારતીય દંડ સંહિતા (IPC) અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ નોંધવામાં આવ્યો છે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
4 નવેમ્બરે જાહેર થયેલા વીડિયો સંદેશામાં પન્નુએ શીખોને 19 નવેમ્બર અને ત્યાર બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવા જણાવ્યું હતું.
પન્નુ, જે ગેરકાયદેસર સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ (SFJ) સાથે સંબંધ ધરાવે છે, તેણે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો સંદેશા જાહેર કર્યા હતા. આ પછી હાઈ એલર્ટ લાગુ કરવામાં આવ્યું હતું. અને કેનેડા, ભારત અને અન્ય દેશો જ્યાં એર ઈન્ડિયા તેના વિમાનનું સંચાલન કરે છે ત્યાં સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી.
પન્નુ 2019થી એનઆઈએના રડાર હેઠળ છે, જ્યારે આતંકવાદ વિરોધી એજન્સીએ તેની વિરુદ્ધ પ્રથમ કેસ નોંધ્યો હતો. સપ્ટેમ્બરમાં NIAએ પંજાબના અમૃતસર અને ચંદીગઢમાં પન્નુનું ઘર અને તેના હિસ્સાની જમીન જપ્ત કરી હતી.
NIAની વિશેષ અદાલતે 3 ફેબ્રુઆરી, 2021ના રોજ પન્નુ સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. અને ગયા વર્ષે 29 નવેમ્બરે તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.