Exit Poll Results 2023: 5 પાંચ રાજ્યમાં ચૂંટણી પૂરી થયા પછી એક્ઝિટ પોલના (Exit Poll) પરિણામ આવી ગયા છે. એક્ઝિટ પોલના અલગ અલગ મીડિયો રિપોર્ટ આમે આવ્યાં છે. તેમાં કેટલાક એક્ઝિટ પોલ ભાજપ (BJP) માટે પરિણામ પહેલા જ રાજીપાનું કારણ બન્યાં છે.
આ પણ વાંચો : સિરપ કાંડ : 5 લોકોના મોત બાદ વધુ એકની તબિયત લથડી
આપને જણાવી દઈએ, કે દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Elections) માટે મતદાન પૂર્ણ થઈ ગયુ છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મતદાનની પ્રક્રિયા 30 નવેમ્બરે પૂર્ણ થઈ ગઈ છે. હવે મતગણતરી 3 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. તે પહેલા એક્ઝિટ પોલના લીધે કેટલાક અંશે પરિણામનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
આ પાંચ રાજ્યોમાં 8 મુખ્ય મીડિયા રિપોર્ટ અને સર્વે એજન્સીઓએ એક્ઝિટ પોલ કર્યા છે. આ તમામને ભેગા કરી પોલ ઓફ પોલ્સનો હિસાબ કરવામાં આવ્યો છે. આ ગણતરીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ, છત્તિસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનતી જોવા મળે છે. જ્યારે મિઝોરમ રાજ્યમાં હંગ એસેમ્બલીની સંભાવના છે.
રાજસ્થાન (Rajasthan)માં 8 એક્ઝિટ પોલમાંથી 5માં ભાજપ સરકાર બની રહી છે. 1 પોલમાં કોંગ્રેસ (Congress)ની સરકાર બની રહી છે. જ્યારે 2માં તેને સરકાર બનાવવાની નજીક બતાવવામાં આવ્યાં છે. પોલ ઓફ પોલ્સમાં ભાજપના 102, કોંગ્રેસના 86 અને અન્યને 11 સીટો મળવાની સંભાવના છે.
રાજસ્થાનમાં નહિ તુટે પરંપરા
ઈન્ડિયા ટુડે એક્સિસ માઈ ઇન્ડિયા અનુસાર ભાજપને મધ્યપ્રદેશમાં તમામ અનુમાનમાં ભારે બહુમતી (Majority) મળતી જોવા મળે છે. ભાજપ મધ્યપ્રદેશમાં 140થી 162 સીટ જીતી શકે છે. જ્યારે કોંગ્રેસને 68થી 90 સીટ મળવાનું અનુમાન લગાવાયું છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
ન્યૂઝ 24-ટુડે ચાણક્યના એક્ઝિટ પોલ અનુસાર, મધ્યપ્રદેશમાં ભાજપ 45 ટકા મતો સાથે 139થી 163 બેઠકો જીતતી જોવા મળી રહી છે. અહીં કોંગ્રેસ 38 ટકા વોટ સાથે 62-86 સીટો પર સંકેલાય શકે છે.
મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં, 8 માંથી 4 એક્ઝિટ પોલમાં બીજેપી ફરી સત્તામાં આવી રહી છે. જ્યારે 3 ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવે તેવી શક્યતા છે. એકમાં સત્તાની નજીક છે. ચૂંટણીના મતદાનમાં ભાજપને 125, કોંગ્રેસને 100 અને અન્યને 5 બેઠકો મળવાની સંભાવના છે.
મધ્યપ્રદેશમાં સરકાર યથાવત રહેશે
ટાઈમ્સ નાઉ ઈટીજીના એક્ઝિટ પોલ (Exit Poll)ના પરિણામો ભાજપ માટે ખુશીના સંકેતો લઈને આવ્યા છે. રાજસ્થાનમાં ભાજપ 108થી 128 બેઠકો મેળવીને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી શકે છે. જ્યારે કોંગ્રેસને 56 થી 72 બેઠકો મળવાની સંભાવના છે.
છત્તીસગઢ અને તેલંગાણા રાજ્યોમાંથી નિરાશા
તમામ એક્ઝિટ પોલમાં ભાજપને છત્તીસગઢમાં નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વેમાં ભાજપે કોંગ્રેસ પર કોઈ લીડ દર્શાવી નથી. એબીપી સર્વે એક માત્ર એવી એજન્સી છે જેના પરિણામો ભાજપને થોડી આશા આપે છે. સર્વેમાં ભાજપને 60માંથી 36થી 48 બેઠકો મળવાની ધારણા છે.
આ પણ વાંચો : વિશ્વ એઈડ્સ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
છત્તીસગઢમાં (Chhattisgarh) તમામ 8 પોલમાં કોંગ્રેસ ફરી સરકાર બનાવી શકે છે. આમાં 5 પોલમાં બીજેપી સત્તાથી 4 થી 5 સીટ દુર રહે તેવી શક્યતા વ્યકત કરાઈ છે. પોલ ઓફ પોલ્સમાં ભાજપને 39, કોંગ્રેસને 48 અને અન્યને 3 સીટ મળવાની સંભાવના છે.
તેલંગાણામાં (Telangana) 6 એક્ઝિટ પોલ્સ જાહેર થયા છે. જેમાંથી 5માં કોંગ્રેસને પહેલીવાર સત્તા મળી શકે છે. જ્યારે એકમાં સત્તાની નજીક બતાવવામાં આવી છે. પોલ ઓફ પોલ્સમાં ભાજપને 39, કોંગ્રેસને 48 અને અન્યને 3 સીટો મળવાની સંભાવના છે.
મિઝોરમમાં (Mizoram) 5 એક્ઝિટ પોલમાંથી એકમાં જોરમ પીપલ્સ મુવમેન્ટ પાર્ટી સરકાર બનાવતી જોઈ શકાય છે. જ્યારે અન્ય 4 પોલમાં હંગ એસેમ્બલી સરકાર બનાવે તેવી સંભાવના છે. પોલ ઓફ પોલ્સમાં સત્તાધારી મિજો નેશનલ ફ્રન્ટને 15, ZPMને 16, કોંગ્રેસને 7 અને ભાજપને 1 સીટ મળવાની શક્યતા છે.