Elvish Yadav case : યુટ્યુબર એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીઓમાં દુર્લભ સાંપોના ઝેરની સપ્લાઇ કરવાનો આરોપ હતો. તેને નોઇડા સેક્ટર 51માં એક પાર્ટીમાં સાંપના ઝેરની સપ્લાઇ કરી હતી. જેની ફોરેન્સિક ટીમે પણ પુષ્ટિ કરી હતી. હવે એલ્વિશે ખુદ પોલીસની પૂછપરછમાં પોતાનો ગુનો કબુલ કર્યો છે.
આ પણ વાંચો – અજમેર ટ્રેન દુર્ઘટનાથી રેલ વ્યવહાર પ્રભાવિત, આ ટ્રેનોના રૂટ કેન્સલ
Elvish Yadav case : સોશિયલ મીડિયા પર પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવની નોઇડા પોલીસે ધરપકડ કરી છે. સાંપોના ઝેરની કથિત ખરીદ વેંચાણમાં તે પોલીસ હિરાસતમાં છે. પૂછપરછમાં તેણે પોતાના પર લાગેલા આરોપોની કબુલાત આપી છે. તેણે જણાવ્યું કે આ પહેલા પણ તે રેવ પાર્ટિઓમાં આવું કરી ચૂક્યો છે. તેના પર આરોપ હતો કે તે પાર્ટિઓમાં સાંપ અને સાંપના ઝેરની સપ્લાઇ કરતો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
એલ્વિશ યાદવે કબુલ કર્યું કે નવેમ્બરમાં ધરપકડ કરેલા આરોપીઓ તેના સંપર્કમાં હતા અને તેની સાથે ઓળખાણ પણ હતી. નોઇડા પોલીસે એલ્વિશ યાદવની 17 માર્ચે સાંજે ધરપકડ કરી હતી. કેટલાક મહિનાઓ પહેલા તે એક રેવ પાર્ટિમાં દેખાયો હતો. જ્યા તે પોતાના મિત્રો સાથે કથિત રૂપે દુર્લભ સાંપોને ગળામાં પહેરીને ડાન્સ-પાર્ટી કરી રહ્યો હતો.
જો સજા મળી તો જામીન મળવા મુશ્કેલ
સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા તંત્ર પણ હરકતમાં આવ્યું હતુ. નોઇડા પોલીસે એલ્વિશ યાદવન વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 29 અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ કાયદા અંતર્ગત ત્યારે કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે કોઈ ડ્રગ્સ સંબંધિત ષડયંત્રમાં સામેલ હોય કે કેસ ડ્રગ્સની હેરાફેરીનો સાથે જોડાયેલ હોય. આ કાયદા અંતર્ગત સજા પાત્ર દોષીને સરળતાથી જામીન મળી શકતા નથી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
નોઇડાની પાર્ટીમાં કરી હતી સાંપના ઝેરની સપ્લાઇ
હાલ એલ્વિશ યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેણે ગયા વર્ષે 3 નવેમ્બરના રોજ નોઈડા સેક્ટર 51ના બેન્ક્વેટ હોલમાં સાપનું ઝેર આપ્યું હતું. ફોરેન્સિક ટીમે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ એલ્વિશ યાદવ અને અન્ય છ લોકો સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અને IPCની કલમ 129(A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.એલ્વિશની અગાઉ પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ પોલીસે તેની ધરપકડ કરી ન હતી.