એલન મસ્કનો ભારત પ્રવાસ રદ્દ, આ મુદ્દે થવાની હતી ચર્ચા

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

Elon Musk India Visit Postpone: ટેસ્લાના સીઈઓ એલન મસ્ક બે દિવસ માટે ભારત પ્રવાસે આવનાર હતા. તે પોતાના પ્રવાસ દરમિયાન ભારતમાં ટેસ્લાનો પ્લાન્ટ સ્થાપવાને લઈ પીએમ મોદી સાથે ચર્ચા કરવાના હતા.

આ પણ વાંચો – મકાન ભાડે આપતા પહેલા રાખો આ ધ્યાન, નહિતર ભારે પડશે

PIC – Social Media

Elon Musk India Visit Postpone: ટેસ્લાના સીઈઓ એલન મસ્કનો ભારત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે. મસ્ક 21-22 એપ્રિલ બે દિવસ માટે ભારતના પ્રવાસે આવનાર હતા. સીએનબીસી-ટીવી18ના સૂત્રોએ મસ્કના પ્રવાસ રદ્દને લઈ જાણકારી આપી હતી. એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્રી મોદી સાથે મુલાકાત કરવાના હતા. તેઓ ભારતીય માર્કેટમાં ટેસ્લાની એન્ટ્રીને લઈ પીએમ સાથે ચર્ચા કરવાના હતા. તેઓ ભારતમાં ટેસ્લાનો પ્લાન્ટ સ્થાપવાને લઈ વાતચીત કરવાના હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જો કે ટેસ્લાના સીઈઓ એલન મસ્કનો ભારત રદ્દ થવા પાછળ ક્યા કારણો જવાબદાર છે, તે હજુ જાણી શકાયું નથી. સૂત્રોએ જણાવ્યું છે કે એલન મસ્કનો ભારત પ્રવાસ એવા સમય થઈ રહ્યો હતો. જ્યારે તેને 23 એપ્રિલને અમેરિકામાં ટેસ્લાના પહેલા ક્વાર્ટરમાં પ્રદર્શનને લઈ સવાલોના જવાબ આપવાના છે. જો મસ્ક 21-22 એપ્રિલે ભારત આવે, તો 23 એપ્રિલના રોજ થનાર કોન્ફરન્સ કોલમાં ભાગ લેવું મુશ્કેલ બને. માનવામાં આવે છે કે તેના લીધે જ તેનો ભારત પ્રવાસ રદ્દ થયો છે.

મસ્કે પીએમ સાથે મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી

10 એપ્રિલે એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી હતી, કે તે પીએમ મોદી સાથે મુલકાત કરવા ઇચ્છે છે. તેના થોડા દિવસો બાદ મસ્કનો ભારત પ્રવાસ ગોઠવાયો હતો. તેઓ ભારત એવા સમયે આવી રહ્યાં હતા કે જ્યારે સરકારે એક નવી ઇલેક્ટ્રિક વ્હિકલ મેન્યુફેક્ચરિંગ પોલીસને નોટિફાઈ કરી છે. તે અંતર્ગત ભારત સરકારે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ અંતર્ગત પ્રતિબદ્ધ ઇલેક્ટ્રિક કાર કંપનીઓને છૂટછાટ આપવામાં આવી શકાશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મસ્કનો ભારતમાં 30 બિલિયન ડોલરના રોકાણનો પ્લાન

આ પહેલા સૂત્રોએ જણાવ્યું હતુ, કે એલન મસ્ક પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન ભારતમાં 20થી 30 બિલિયન ડોલરનું રોકાણ કરવાને લઈ રોડમેપ રજૂ કરનાર હતા. જો કે, એ વાતની પણ જાણવામાં આવી છે કે મસ્કના આ પ્રવાસ દરમિયાન સ્ટારલિંકને લઈ કોઈ સમજૂતી થનાર નહોતી. ગત વર્ષે જૂનમાં જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. ત્યારે તેની મુલાકાત મસ્ક સાથે થઈ હતી. તેઓએ તે વખતે પીએમને કહ્યું હતુ કે તે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરવા માંગે છે.