જો તમને લગ્નના 50 વર્ષે ઘોડે ચડવા મળે તો કેવું લાગે? વિચારી જ મનમાં લાડવા ફૂટવા લાગ્યા હશે ને… પણ આ દંપતિની કલ્પના હકીકતમાં સાકાર થઈ હતી અને એ પણ સંતોનોના સંકલ્પના બળે…
આ પણ વાંચો : જૂનાગઢમાં થશે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી
Gir Somnath : મૂળ ગીર પંથકના મરમઠ ગામના વતની અને ઈસરોના નિવૃત વૈજ્ઞાનિક નાથાભાઈ વાઢેર અને તેની પત્ની નિર્મળાબેનના 50મી લગ્નની વર્ષગાંઠે ફરી એજ સાજ સણગારથી દુલ્હા અને દુલ્હન બન્યા હતા. એટલું જ નહિ તેના સંતાનોએ પોતાનો સંપલ્પ પૂર્ણ કરવા ધામધૂમથી મા બાપને પરણાવ્યાં હતા.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
નાથાભાઈ વાઢેર 2007માં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટરમાં મહત્વપૂર્ણ પદ રહી ચૂક્યા છે અને હાલ અમદાવાદમાં નિવૃત જીવન ગાળી રહ્યાં છે. તેને સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. પુત્ર વિપુલ હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહે છે અને દીકરી નેહા અમદાવાદમાં રહે છે. બંને સંતાનોએ મળીને માતા પિતાની લગ્નની 50મી વર્ષગાંઠને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો હતો અને વર્ષગાંઠ નિમિતે માતા પિતાને ફરી પરણાવવાનો સંકલ્પ કર્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સંતાનોએ પોતાના માતા પિતા લગ્ન ભારે ઉત્સાહથી કરવાનું નક્કી કર્યું હતુ. એટલે તેઓએ અમદાવાદ સહિત ગુજરાતના ઘણા લોકેશન પર રિસોર્ટ અને હોટલ તપાસ્યા પણ આખરે ગીરમાં આવેલા હિરણવેલ ગામ નજીક દક્ષ હોટલની પસંદગી કરી હતી. તેમજ સૌ સ્નેહીજનોને ભેગા કરી સંપૂર્ણ વિધિવિધાન સાથે 76 વર્ષિય નાથાભાઈ વાઢેર અને 65 વર્ષિય પત્ની નિર્મળાબેનને પરણાવ્યાં હતા.
આ પણ વાંચો : Sukhdev Gogamediના હત્યારાઓ પોલીસને આ રીતે આપતા રહ્યા ચકમો
આ ગુજ્જુ દંપતિને સંપૂર્ણ ગામડાની પરંપરા અનુસાર પરણાવાયા હતા. 76 વર્ષના દુલ્હા નાથાભાઈ શણગારેલા બળદ ગાડામાં જાન જોડીને નીકળ્યા હતા. ઢોલ શરણાઈને રાસ ગરબા સાથે 76 વર્ષિય દુલ્હા 65 વર્ષિય નિર્મળાબેનને પરણવા લગ્ન મંડપમાં આવી પહોંચ્યા હતા. આ પ્રસંગમાં 200 જેટલા સગા સબંધીઓ સામેલ થયા હતા. લગ્નવિધિ પૂર્ણ થતા માતા પિતા પોતાના સંતાનોના આયોજનથી ખુશ થઈ ગદ ગદ થઈ ગયા હતા.