ન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક્સાઇઝ પોલિસી મામલાને લગતા મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case)માં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહ

મની લોન્ડરિંગ કેસમાં આપ નેતા સંજય સિંહ સામે EDએ કરી ચાર્જશીટ ફાઇલ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Money Laundering Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક્સાઇઝ પોલિસી મામલાને લગતા મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case)માં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સંજયની ઓક્ટોબર 2023માં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી AAP સાંસદ સંજય સિંહ તિહાર જેલ (Tihar Jail)માં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

24 નવેમ્બરે સંજય સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે ફરી એકવાર તેમની કસ્ટડી વધારી દીધી હતી. કોર્ટે 4 ડિસેમ્બર સુધી કસ્ટડી લંબાવી હતી. આ પહેલા કોર્ટે સંજય સિંહને 10 નવેમ્બરે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. સંજય સિંહે રાઉઝ એવન્યુ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ હજુ સુધી તેમને તેમાં સફળતા મળી નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

EDનો મની લોન્ડરિંગ કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) FIR સાથે સંબંધિત છે. CBI અને ED અનુસાર, હવે રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22માં સુધારો કરતી વખતે અનિયમિતતાઓ આચરવામાં આવી હતી અને લાયસન્સ ધારકોને અનુચિત લાભો આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશમાં ધરતી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.6ની નોંધાઈ તીવ્રતા

એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે નીતિના ઘડતર અને અમલીકરણમાં સંજય સિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેણે નાણાકીય કારણોસર ચોક્કસ દારૂ ઉત્પાદકો, જથ્થાબંધ વિક્રેતાઓ અને છૂટક વિક્રેતાઓને લાભ આપ્યો હતો. ધરપકડ બાદ નીચલી કોર્ટે સિંહને ED કસ્ટડીમાં મોકલી દીધા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.