Indian Railway : જો તમે બાળકો સાથે રેલવે દ્વારા મુસાફરી કરો છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. રેલવેએ અડધી ટિકિટના નિયમોમાં મોટા ફેરફાર કર્યાં છે.
આ પણ વાંચો – મહાદેવ બેટિંગ ઍપ કેસમાં વધુ એક એક્ટરની ધરપકડ
Indian Railway : ભારતીય રેલવે એ ટિકિટ પર વૈકલ્પિક વીમાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે રેલવે મુસાફરી દરમિયાન બાળકોની અડધી ટિકિટમાં વૈકલ્પિક વીમાનો લાભ નહિ મળે. આઈઆરસીટીસી અનુસાર હવે આખી ટિકિટમાં જ મુસાફરોને વીમા સુવિધાનો લાભ મળશે. બીજી બાજુ IRCTCએ વૈકલ્પિક વીમાના પ્રિમીયમમાં પણ વધારો કર્યો છે. એક એપ્રિલથી દરેક મુસાફરનું પ્રિમીયમ હવે 45 પૈસા કરી દેવામાં આવ્યું છે. પહેલા તે 35 પૈસા હતુ.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ઓનલાઇન પર વીમા સુવિધા
IRCTC અનુસાર વૈકલ્પિક વીમાં યોજનાનો લાભ માત્ર ઈ-ટિકિટ બુક કરનાર મુસાફરોને જ મળી શકશે. રેલવે ટિકિટ કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટ પર વીમા યોજના લાગુ નહિ થાય. ઓનલાઇન કે ઈ-ટિકિટ ખરીદવા પર ટ્રેનના તમામ ક્લાસ – ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર, ચેયરકાર વગેરેના કન્ફર્મ અને આરએસી ટિકિટ પર આ સુવિધા મળશે. જ્યારે વેઇટિંગ ટિકિટ વાળા મુસાફરો આ વિમા યોજનાને પાત્ર ગણાશે નહિ.
ઓનલાઇન ટિકિટ બુક કરાવતી વખતે આ વિકલ્પ પસંદ કરવાનો હોય છે કે તમે વિમા યોજનાનો લાભ લેવા માંગો છો કે નહિ. જો મુસાફર વિમા સુવિધાનો લાભ લેવા માંગે તો તેને જે તે વિકલ્પ પસંદ કરવો પડે છે. બાદમાં વિમા કંપની દ્વારા મુસાફરના મોબાઇલ અને ઈ-મેલ પર મેસેજ આવે છે. જો મુસાફરી દરમિયાન ટ્રેનનો રૂટ બદલવામાં આવે તો પણ મુસાફરને આ સુવિધાનો લાભ મળશે. જો કોઈ કારણે રેલવે દ્વારા મુસાફરને સડક માર્ગ દ્વારા મુસાફરોને પોતાના લોકેશન પર પહોંચાડવામાં આવે તો પણ મુસાફરોને વૈકલ્પિક યોજનાનો લાભ મળશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મૃત્યુ પર 10 લાખ રૂપિયા
જણાવી દઈએ, કે વીમાં યોજના અંતર્ગત રેલવે મુસાફરોના મોત પર 10 લાખ રૂપિયા, આંશિક વિકલાંગતા પર 7.5 લાખ અને ઘાયલની સારવાર માટે પરિવારજનોને બે લાખ રૂપિયા આપવામાં આવે છે. રેલવે મુસાફર વૈકલ્પિક યોજનાની શરૂઆત ભારતીય રેલવે દ્વારા સપ્ટેમ્બર 2016માં કરવામાં આવી હતી. તે વખતે મુસાફર દીઠ પ્રિમીયમ 92 પૈસા હતુ જે સરકાર પોતે આપતી હતી. ત્યાર બાદ ઓગસ્ટમાં તેને 42 પૈસા કરી દેવામાં આવ્યું અને તેનો બોજ મુસાફરો પર નાંખવામાં આવ્યો. બાદમાં તેને ઘટાડીને 35 પૈસા કરી દેવામાં આવ્યુ છે.