શું તમે પણ 100 બદલે 120નું પેટ્રોલ પૂરાવો છો? તો એકવાર વાંચી લો

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

Petrol Pump Fuel Saving Trick: ઘણાં લોકો પેટ્રોલ પંપ પર 100 રૂપિયાની જગ્યાએ 110 કે 120 રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel) પૂરાવતા હોય છે. આમ કરવાથી પેટ્રોલની ચોરી નહિ થાય અને પેટ્રોલ વધુ મળશે એવું લોકોનું માનવું છે.

આ પણ વાંચો : ગુજરાત ફાયર સેફ્ટી કોપ ઇ-પોર્ટલ કરાયું લોન્ચ

PIC – Social Media

કાર હોય કે મોટર સાઇકલ વાહનોમાં પેટ્રોલ – ડીઝલ (Petrol Diesel) પૂરાવતી વખતે તમે પણ જોયું હશે, કે ઘણાં લોકો 100ની જગ્યાએ 110 કે 120 રૂપિયાનું પેટ્રોલ કે ડીઝલ ભરાવે છે. તેઓનું માનવું છે કે તેનાથી ઇંધણની ચોરી નથી થઈ શકતી અને પેટ્રોલ પૂરુ મળે છે. હકીકતમાં 100ની જગ્યાએ 120નું પેટ્રોલ પુરાવવાથી પૂરતુ પેટ્રોલ મળે છે, રેલવેના પૂર્વ એન્જિનીયર અનિમેષ કુમાર સિન્હાએ આ વિશે જણાવતા કહે છે કે…

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પેટ્રોલ પંપ પર જે કિંમતમાં વધુ પેટ્રોલ વેંચાય છે. તેના કોડ સેટ કરીને રાખેલા હોય છે. જેમ કે 100, 200, 500 અને 1000 તેની એન્ટ્રી માટે વન બટન સિસ્ટમ હોય છે. તેનાથી પેટ્રોલ પૂરનાર કર્મચારીને સરળતા રહે છે. વારંવાર તેને નંબર દબાવવા પડતા નથી. તેને લઈ ઘણાં લોકો આ નંબરમાં કંઈક સેટિંગ કરવામાં આવ્યું છે અને તેનાથી ઇંધણ ઓછુ મળે છે એવું માનવા લાગ્યા.

તેના કારણે જ લોકોને લાગ્યુ કે આ નંબરોથી અલગ કિંમતમાં પેટ્રોલ પૂરાવીએ તો પૂરતુ પેટ્રોલ મળશે. તેમાં કોઈ સેટિંગ નહિ થાય. જો તમે પણ એવું માનતા હોય તો પહેલા પેટ્રોલ પંપની આખી સિસ્ટમ જાણી લો.

ઈંધણની ગણતરી ક્યાં મીટરથી થાય છે?

પેટ્રોલ પંપના મશીન લીટરમાં ઈંધણ આપવા માટે બનાવવામાં આવ્યાં છે. એટલે કે તેની દરેક ગણતરી લીટરના હિસાબે થશે. ટેક્નિકલ રીતે આ મશીનને ફ્લો મીટર કહેવામાં આવે છે. લીટરથી રૂપિયાનું કન્વર્જન એક સોફ્ટવેરની મદદથી થાય છે. તેમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ નાખવામાં આવે છે. તેની ગણતરી કરી ઈંધણ નક્કી કરવામાં આવે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

જ્યારે તમે 100, 110 કે 120નું પેટ્રોલ ભરાવો છો તો આ ગણતરીમાં કેટલાક રાઉન્ડ ઓફ થઈ જશે. જેમ કે તમે જે રૂપિયા આપ્યાં તેમાં 10.24 લીટરનું પેટ્રોલ મળનાર હતુ તો તે 10.2 લીટર કરવામાં આવશે. પરંતુ તેના કોઈ પુરાવા નથી કે 110 કે 120નું પેટ્રોલ લેવાથી તમને વધુ કે પૂરતુ પેટ્રોલ મળશે.

પૂરતુ ઇંધણ મેળવવાની રીત

લીટરના હિસાબે પેટ્રોલ પૂરાવવું તે સૌથી સારી રીત ગણવામાં આવે છે. હાલ તો યુપીઆઈ (UPI Transfer) ટ્રાન્સફરનો યુગ છે, તો તમે એટલા જ રૂપિયા આપો. જેટલાનું તમે ઇંધણ પૂરાવ્યું છે. બીજી વાત માપ તોલ વિભાગ પેટ્રોલ પંપના ફ્લો મીટરના કેલિબરેશન અને તપાસ લીટરમાં કરે છે. ઓઇલ કંપનીવાળા પણ એ જ રીતે તપાસ કરે છે. કેમ કે કોઈ નિર્ધારિત તાપમાન પર પેટ્રોલનું ઘનત્વ સ્થિર હોય છે અને તેમાં કોઈ બદલાવની સંભાવના રહેતી નથી.

આ પણ વાંચો : ચીનમાં ભૂકંપની તબાહી, જુઓ 21મી સદીના સૌથી વિનાશક ભૂકંપ

જો તમને કોઈ શંકા હોય તો તમે માપ તોલ વિભાગમાં ફરિયાદ કરી શકો છો. તેમજ તપાસ કરાવી શકો છો. જો ઓછું પેટ્રોલ આપવામાં આવ્યું છે તો પંપને ભારે દંડ ફટકારવાની જોગવાઈ પણ છે.