સવારે ભૂલથી પણ ન કરો આ કામ, ઘરમાં થશે દરિદ્રતાનો વાસ

ખબરી ગુજરાત ધર્મ

Vastu Upay : કેટલાક લોકો એવા પણ હોય છે, તેઓ ગમે તેટલી મહેનત કરે, પરંતુ તે મહેનતનું કોઈ પરિણામ નથી મળતું અને દરેક જગ્યાએથી નિષ્ફળતા જ આવે છે, આપને જણાવી દઈએ કે વાસ્તુ ઉપાયોનું પણ જીવનમાં વિશેષ મહત્વ હોય છે, જે લોકોના જીવન પર અસર કરે છે. સવારના સમયે અમુક કામ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આપણે તે જાણતા-અજાણતા કરીએ છીએ, આજે અમે આપને જણાવીશું કે આપણે સવારે કયા કામ ન કરવા જોઈએ.

આ પણ વાંચો : 14 Dec 2023 nu Rashifal: કેવો રહેશે આપનો દિવસ?

PIC – Social Media

સવારે ઘર કંકાસ ન કરવો

સવારના સમયે ક્યારેય ઘરમાં કંકાસ કે ઝઘડો કરવો જોઈએ નહિ. જ્યાં સવારે ઘર કંકાસ અને ઝઘડા હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો, તેથી જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે શાંત ચિત્તે જાગવું જોઈએ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રાતના એઠા વાસણો

રાત્રે એઠા વાસણો જોવા અને સવારે તેને ધોવા પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે, તેના કારણે દેવી લક્ષ્મી ક્યારેય ઘરમાં આવતી નથી અને તમારું ઘર હંમેશા દુ:ખથી ઘેરાયેલું રહે છે.

નાસ્તો અધૂરો ન છોડવો

જો તમે સવારે નાસ્તો કરતા હોવ તો નાસ્તો કરતી વખતે તેને અધૂરો ન છોડવો જોઈએ અને ન તો તેને ફેંકવો જોઈએ. આમ કરવાથી ભોજનનું સન્માન જળવાતુ નથી અને જ્યાં અન્નનું અપમાન થાય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગાયને ભગાડવી નહિ

તમને જો સવારે ગાય જોવા મળે તો, તે મા લક્ષ્મીને જોયા બરાબર છે. તમારા ઘરે જ્યારે ગાય આવે તો તેને રોટલી ખવડાવી જોઈએ. ગાયને ક્યારેય ઘરેથી ભગાડવી જોઈએ નહિ તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે.

સ્નાન કર્યા વગર તુલસીનો સ્પર્શ ન કરવો

સવારે સ્નાન કર્યા વગર કે પ્રણામ કર્યાં વગર તુલસીના પાન તોડવા જોઈએ નહિ. આમ કરવાથી તમારું આખું જીવન મુશ્કેલીઓથી ઘેરાયેલું રહે છે અને દેવી લક્ષ્મી પણ તમારા ઘરમાં ક્યારેય આવતી નથી.