Dhoni’s luxury car collection : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)કાર અને બાઈક પ્રત્યેના તેમના શોખ માટે પણ જાણીતા છે. એટલું જ નહીં, ધોની પાસે કાર અને બાઇકનું પણ વિશાળ કલેક્શન છે, જેની સાથે તે ઘણીવાર જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, માહી તેની નવી લક્ઝરી SUV Mercedes AMG G63માં જોવા મળી રહ્યો છે, જેની કિંમત 3.3 કરોડ રૂપિયા એક્સ-શોરૂમ હોવાનું કહેવાય છે. જે એક ઑફ-રોડર SUV છે.
આ પણ વાંચો : Surat Fire : કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, 7 લોકોના હાડપિંજર મળ્યાં
Mercedes AMG G63
માહીએ હાલમાં જ આ નવી SUV ખરીદી છે, જેને શાનદાર અપગ્રેડશન આપવામાં આવ્યું છે. આ અપગ્રેડમાં, અમરાલ્ડ ગ્રીન પેન્ટ સ્કિમ સાથે સાટિન બ્લેક વિનાઇલ રેપ પણ જોવા મળે છે. આ સિવાય 20 ઈંચના મેટ બ્લેક એલોય વ્હીલ્સ તેમજ રાઈડ કંટ્રોલ સસ્પેન્શન પણ છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
Mercedes AMG G63એન્જિન
આ મર્સિડીઝ SUVમાં 4.0 લિટર V8 ટ્વીન ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 576bhpનો જબરદસ્ત પાવર અને 850NMનો સૌથી વધુ ટોર્ક જનરેટ કરે છે. જે 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે. આ SUV ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમથી સજ્જ છે.
Mercedes AMG G63 ટોપ-સ્પીડ
આ SUVની ટોપ સ્પીડ વિશે વાત કરીએ તો, તે માત્ર 4.5 સેકન્ડમાં 100 કિમી/કલાકની સ્પીડ સુધી પહોંચવામાં સક્ષમ છે. જ્યારે તેની ટોપ સ્પીડ 220 કિમી પ્રતિ કલાકની છે.
આ પણ વાંચો : Exit Poll એટલે શું? જાણો અથ થી ઈતિ
ધોનીનું લક્ઝરી કાર કલેક્શન
માહીની માલિકીની કારની વાત કરીએ તો તેના ગેરેજમાં ઘણી લક્ઝરી કાર છે. આ યાદીમાં વન ટન તરીકે ઓળખાતી નિસાન 4W73 પિક અપ ટ્રક, જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહોક, લેન્ડ રોવર ફ્રી લેન્ડર 2, લેન્ડ રોવર ફ્રી લેન્ડર ડિફેન્ડર, લેન્ડ રોવર સિરીઝ III, લેન્ડ રોવર ડિફેન્ડર 110નો સમાવેશ થાય છે.