Dinesh Rathod, Gujarat, Khabri media
Kutch: ભુજ (Bhuj), ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-37(3) મુજબ મિતેશ પંડયા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા આ દ્વારા જારી જાહેરનામાનો અમલ તા. 03/12/2023 સુધીની મુદત માટેનો રહેશે. તેમજ અનધિકૃત કે ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતએ કે વ્યકિતઓને એકી સાથે કોઇ પણ જગ્યાએ ભેગા થઇને કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ પર બેસવા માટે મનાઇ ફરમાવવામાં આવી છે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
કચ્છ જિલ્લામાં કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, કચ્છજિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય તેમજ સુલેહ શાંતિનો ભંગ ન થાય.
જિલ્લા તેમજ તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવાસદન ભુજ.
તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Air India ફ્લાઈટના મુસાફરોને ધમકાવવા બદલ ખાલિસ્તાની આતંકવાદી Pannu વિરુદ્ધ FIR થઈ દાખલ
આ જાહેરનામા અન્વયે ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યકિતઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યકિતઓને, લગ્નના વરઘોડા તથા સ્મશાનયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલા ખાસ કિસ્સા તરીકે પરવાનગીને, સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-135ની હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.