હવે અરબી સમુદ્રમાં સર્જાશે ચક્રવાત?

ખબરી ગુજરાત ગુજરાત

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં સૌથી વધુ નુકસાન થયું હતું અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો.

યુરોપિયન સેન્ટર ફોર મિડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ્સ (ECMWF) અને ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ દર્શાવે છે. આ સિસ્ટમ આગળ વધતા ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે.

જો આ સિસ્ટમ વાવાઝોડું બની તો અરબી સમુદ્રમાં સર્જાનારું તે ત્રીજું વાવાઝોડું હશે. આ પહેલાં બે વાવાઝોડાં અરબી સમુદ્રમાં સર્જાઈ ચૂક્યાં છે અને ચોમાસા પહેલાં બિપરજોય નામનું વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું હતું.

ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન એએનઆઈના અહેવાલ મુજબ ચક્રવાતને કારણે ચેન્નાઈ, તમિલનાડુમાં અલગ-અલગ ઘટનાઓમાં છ લોકોના મોત થયા છે અને એક ઝાડ પડવાથી એક વ્યક્તિ ઘાયલ થયો છે.

તમિલનાડુમાં ભારે પવનને કારણે અનેક વૃક્ષો પડી ગયા છે.

આ સિસ્ટમ વાવાઝોડું બની તો ગુજરાતને અસર કરશે?

ગુજરાતમાં નવેમ્બરના અંતથી અને ડિસેમ્બરની શરૂઆતથી દ્વિ-મોસમી વરસાદ શરૂ થયો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.

બંગાળની ખાડીનું વાવાઝોડું ઓસરી ગયા બાદ રાજ્યમાં મોસમી વરસાદ બંધ થઈ જશે અને હવામાન ફરી શુષ્ક થવાની શક્યતા છે.