Dinesh Rathod, Gujarat, Khabri media
Junagadh: હૃદય રોગ, સડન કાર્ડિયાક અરેસ્ટ વગેરેના બનાવો વધ્યા છે. ત્યારે જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન જો આવો કોઈ બનાવ બને તો ભાવિકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સજાગતા રાખવામાં આવી છે. આ માટે જિલ્લા સમાહર્તા અનિલકુમાર રાણાવસિયાની પહેલથી પ્રથમ વખત લીલી પરિક્રમા માટે આવતા યાત્રાળુઓ માટે CPR (કાર્ડીઓ પલ્મોનરી રીસસીટેશન) ની તાલીમ આપવામાં આવી હતી.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
આજે જિલ્લા પંચાયત ખાતે 80 જેટલા અન્નક્ષેત્રોના સંચાલકો ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાના લોકોને નિષ્ણાંત ડોક્ટર CPR એટલે કે કાર્ડીઓ પલ્મોનરી રીસસીટેશનની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ લોકોના જીવ બચાવવા માટે ખૂબ કરાગર છે. હૃદય અને મગજ વચ્ચે સંતુલન ખોરવાઈ, હૃદયને લોહી મળતું બંધ થાય, સ્વાસ કે હ્યદયના ધબકાર બંધ થાય તેવી સ્થિતિમાં હૃદયને ફરી શરૂ કરવા માટે CPRની તાલીમ લોકોના જીવ બચાવવામાં કામ લાગે છે.
કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, હૃદય રોગના બનાવો વધ્યા છે. ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરજ પરના અધિકારીઓ ઉપરાંત અન્નક્ષેત્ર અને સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકોને CPRની તાલીમ આપવાનું નક્કી કર્યું. જેથી ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક લોકોનો જીવ બચાવી શકાય.
કલેકટરએ અન્નક્ષેત્રના સંચાલકો સાથે સંવાદ સાધી તેમની રજૂઆતો પણ સાંભળી હતી. આ સાથે કલેક્ટરએ અન્નક્ષેત્રના સંચાલકોને ભાવિક જ્યાં ભોજન અને પાણી લેશે ત્યાં કોઈ કચરો તથા ગંદકી ન થાય અને એકઠા કરાયેલા કચરાને અન્નક્ષેત્રના પાછળના ભાગમાં રાખવામાં આવે જેથી ભાવિકો પરિક્રમા રૂટ પરથી પસાર થાય ત્યારે સ્વચ્છ માર્ગ અને વાતાવરણ મળી રહે.
તેમણે જણાવ્યું કે, લોકોના સહયોગથી આપણા ગિરનારને સ્વચ્છ અને સુંદર જાળવી રાખીશું. ઉપરાંત જો કોઈ આગનો બનાવ સામે આવે તેને કાબુમાં લેવા માટે અગ્નિશામક યંત્ર પણ અન્નક્ષેત્રના સંચાલકોને રાખવાના રહેશે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીની PM Modi પર અમર્યાદિત ટિપ્પણીને લઈને BJPએ કરી ચૂંટણી પંચને ફરિયાદ
અન્નક્ષેત્રના સંચાલકોએ CPRની તાલીમ આપવાની પહેલને આવકારદાયક ગણાવી હતી. આ તાલીમથી ખરા સમયે લોકોના જીવ પણ બચાવી શકાશે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.