Assembly Election Result 2023 : રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને તેલંગાણા વિધાનસભા ચુંટણી પરિણામ પર પીએ મોદીએ કહ્યું, કે લોકોને બીજેપી પર ભરોસો છે.
આ પણ વાંચો : MPમાં AAPનો ફ્લોપ શૉ, ગ્લેમર પણ ઝાંખુ પડ્યું
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચુંટણી પરિણામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું કે જનતા-જનાર્દનને નમન! મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચુંટણી પરિણામ દેખાડે છે, કે ભારતની જનતાનો ભરોસો માત્ર ને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં છે. તેઓનો ભરોસો બીજેપી છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
પીએમ મોદીએ કહ્યું કે, બીજેપી પર પોતાનો સ્નેહ, વિશ્વાસ અને આશિર્વાદની વર્ષા કરવા માટે હું તમામ રાજ્યોના પરિવારજનો, ખાસ કરીને માતાઓ, બહેનો અને દીકરીઓનો, આપણા યુવા મતદારોનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છુ. હું તેઓને ભરોસો આપું છું કે તમારા કલ્યાણ માટે અમે સતત અથાક પરિશ્રમ કરતા રહેશું.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
તેઓએ કહ્યું, કે આ પ્રસંગે પાર્ટીના તમામ મહેનતી કાર્યકરોનો વિશેષ રૂપે આભાર! આપ સૌએ અદ્ભુત ઉદાહરણ રજુ કર્યું છે. ભાજપના વિકાસ અને ગરીબ કલ્યાણ નીતિઓને તમે જે રીતે લોકો વચ્ચે પહોંચાડી, તેની જેટલી પ્રસંશા કરવામાં આવે તે ઓછી છે. અમે વિકસિત ભારતના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યાં છીએ. આપણે રોકાવાનું નથી, થાકવાનું નથી, આપણે ભારતને વિજય બનાવવાનું છે. આજે આ દિશામાં આપણે મળીને એક સશક્ત પલગુ ઉપાડ્યું છે.
બીજી બાજુ ભારતના ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની ભવ્ય જીત બદલ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : IND vs ASU T20: ઋતુરાજ ગાયકવાડ ઈતિહાસ રચવાથી માત્ર 19 રન દુર
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયામાં જનતાનો આભાર વ્યક્ત કરતા લખ્યું, કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન તેમજ છત્તિસગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માઇ નેતૃત્વ અને ભાજપ પ્રત્યે પ્રબળ જનવિશ્વાસની જીત છે. જે રીતે મોદીજીએ દેશની જનતા સાથે એક પ્રામાણિક, ભાવનાત્મક અને આત્મીય સંબંધ જોડ્યો છે. તેમજ ભાજપના જનકલ્યાણ, વિકાસ અને સુશાસન પ્રત્યે જે પ્રતિબદ્ધતા રાખી છે. તેને ભાજપને જનતા વચ્ચે લોક લાડલી પાર્ટીના રૂપે સ્થાપિત કરી છે.