FIR against Congress leader : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત જ નહિ દેશભરમાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક બાજુ દિલ્હી સંસદભવનમાં વિપક્ષના મોટાભાગના નેતાઓ સસ્પેન્ડ થતા ભારે ઓહાપોહ છે તો બીજી બાજુ ગુજરાતમાં વિપક્ષના નેતાઓ રાજીનામા આપી રહ્યાં છે.
આ પણ વાંચો : ઈલેક્ટ્રિક વાહનોને લઈ નિતિન ગડકરીનું મોટું નિવેદન
લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતના રાજકારણમાં એક પછી એક રાજકીય ઘટનાક્રમ આકાર લઈ રહ્યો છે. પહેલા આપના ધારાસભ્યએ રાજીનામું આપ્યું. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યની વિકેટ પડી તો હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમરના એક વાયરલ વિડિયો મામલે તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનો એક વિડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં તેઓ એક સંવાદ કાર્યક્રમમાં બેફામ નિવેદનબાજી કરતા જોવા મળી રહ્યાં છે. વાયરલ વિડિયોમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ અપમાનજનક નિવેદન આપતા નજરે પડે છે. જેને લઈ ભાજપના મહામંત્રી મહુલ ધરાજીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમરેલી સીટી પોલીસમાં IPC 499, 500 અને 504 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. બીજી બાજુ કોંગી નેતા વિરુદ્ધ ફરિયાદના સમાચાર સામે આવતા રાજકરણમાં ખળભળાટ મચી ગયો છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
શું છે સમગ્ર મામલો
નોંધનીય છે કે લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણીને લઈ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જેને લઈ નેતાઓ પણ એક બીજા પર નિવેદનબાજી કરતા જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર તેના વિવાદિત નિવેદનને લઈ ભારે ચર્ચામાં છે. જેનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં જોઈ શકા છે કે તેઓ નિવેદનમાં કહી રહ્યાં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો નહિ પણ અદાણી અંબાણીનો દલાલ છે. પીએમ વિરુદ્ધ અપમાનજનક ભાષાના પ્રયોગને લઈ કોંગી નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. બીજી સંસદમાં પણ અદાણી મુદ્દે પ્રશ્ન પૂછતા વિપક્ષના નેતાઓને સંસદમાંથી સસ્પેડ કવરામાં આવ્યાં છે.