Gandhinagar : ગુજરાતમાં વર્ષ 2014-15 થી 2023-24 સુધીમાં 3018 બાળકોની વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ વિગતો જાહેર કરી છે.
આ પણ વાંચો : કોરોના રસીકરણથી હાર્ટ એટેકની વાત પાયા વિહોણી – આરોગ્ય મંત્રી
Gandhinagar : વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કોકલિયર ઈમ્પ્લાન્ટ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે (Health Minister Rishikeshbhai Patel) જણાવ્યું હતું કે, ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ‘ અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2014-15 થી 2023-24 સુધીમાં 3018 બાળકોની વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી (Cochlear implant surgery) કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 21,126 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
બાળકોની વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરાઇ
આરોગ્યમંત્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (National Child Health Programme) અંતર્ગત સરકાર દ્વારા 6 વર્ષ સુધીના જન્મજાત બહેરાશની તકલીફ ધરાવતા બાળકોને વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી (Cochlear implant surgery) અને સર્જરી બાદ 100 સ્પીચ થેરાપી સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવામાં આવે છે.
397 બાળકોને ગંભીર બિમારીઓની સારવાર અપાઇ
RBSK હેઠળ આરોગ્ય તપાસણી અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં તા. 31-12-2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષ દરમિયાન 3.61 લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. જે પૈકી 174 બાળકોને હૃદય રોગ, 75 બાળકોને કિડની રોગ અને 48 બાળકોને કેન્સર રોગ મળી કુલ 397 બાળકોને આ ગંભીર બીમારીઓની સારવાર આપવામાં આવી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ગંભીર બિમારી ધરાવતા બાળકો માટે ખાસ વ્યવસ્થા
તેઓએ કહ્યું કે, હૃદય, કિડની અને કેન્સર જેવા ગંભીર રોગો ધરાવતા બાળકોની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. હૃદયની બીમારીવાળા બાળકોને યુ.એન. મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર-અમદાવાદ ખાતે, કિડનીની બીમારી વાળા બાળકોને ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર-અમદાવાદ ખાતે તેમજ કેન્સરની બીમારી ધરાવતા બાળકોને એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ-અમદાવાદ ખાતે સારવાર આપવામાં આવે છે.