Budget 2024: ભારતના ખેડુતોને આ વખતે મોદી સરકારની ગેરંટી છે. ખેડૂતો ઘણાં સમયથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા પૈસાને વધારવાની માંગ કરી રહ્યાં છે. સરકાર આ બજેટમાં રકમ વધારે એવી શક્યતા છે.
આ પણ વાંચો : જાણો શું કહે છે રાશિ ચક્ર
Budget 2024: ભારતના ખેડૂતોને આ વખતે મોદીની ગેરંટી છે. દેશના ખેડૂતો ઘણા સમયથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) અંતર્ગત મળતી રકમને વધારવાની માંગ કરી રહ્યાં છે. સરકાર આ બજેટમાં આ રકમ વધારે તેવી શકયતા છે. હાલ આ યોજનાના લાભાર્થી ખેડુતોને (Farmer) દર વર્ષે 6000 રૂપિયા મળે છે. સરકાર આ બજેટમાં આ રકમ 6000 થી વધારીને 9000 રૂપિયા કરી શકે છે. સુત્રો અનુસાર મોદી સરકાર પીએમ કિસાન સ્કિમ અંતર્ગત મળતા રૂપિયામાં સીધા 50 ટકાનો વધારો કરી શકે છે.
આ યોજના અંતર્ગત મળે છે 6 હજાર રૂપિયા
હાલ લાભાર્થી ખેડૂતોને PM Kisan Samman Nidhi Yojana અંતર્ગત એક હપ્તામાં 2 હજાર અને વર્ષે 6 હજાર રૂપિયા મળી રહ્યાં છે. સરકાર આ રૂપિયા ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરે છે. દરેક વખતે સરકાર બેંકના ખાતામાં 2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ હપ્તો દર ચાર મહિને ખેડૂતોના બેન્ક અકાઉન્ટમાં જમાં થાય છે. આ બજેટમાં સરકાર ખેડૂતોને મળતા રૂપિયા વધારીને 9000 હજાર કરે તેવી શક્યતા છે. એટલે કે ખેડૂતો માટે આ રૂપિયા 6 હજારથી વધી 9 હજાર થઈ જશે. સરકાર તેમાં 50 ટકા વધારો કરશે. પહેલા એવા સમાચાર સામે આવ્યાં હતા કે સરકાર 8000 રૂપિયાનો વધારો કરશે જો સૂત્રોનું માનીએ તો સરાકર પીએમ કિસાન રકમમાં 50 ટકાનો વધારો કરી 9000 રૂપિયા કરી દેશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પીએમ કિસાન યોજનાની શરૂઆત
PM Kisan Samman Nidhi કેન્દ્ર સરકારની યોજના છે. 2019માં વચગાળાના બજેટ દરમિયાન આ સ્કિમની ઘોષણાં કરવામાં આવી હતી. સરકારની આ યોજનાનો 16મો હપ્તો આ વર્ષે ફેબ્રુઆરી થી માર્ચ દરમિયાન જમા થાય તેવી અપેક્ષા છે. સરકારે 15 નવેમ્બરના રોજ 15 હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
1 ફેબ્રુઆરીએ રજૂ થશે વચગાળાનું બજેટ
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણ (Niramla Sitaraman) 1 ફેબ્રુઆરી 2024ના રોજ છઠ્ઠી વાર બજેટ રજૂ કરશે. નિર્મલા સિતારમણ મોદી સરાકરનું બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરશે. વર્ષ 2024 ચૂંટણીનું વર્ષ છે. તેના લીધે જ આખા વર્ષની જગ્યાએ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીના વર્ષમાં વચગાળાનું બજેટ એટલા માટે રજૂ કરવામાં આવે છે કે જેથી ચૂંટણી બાદ જે સરકાર બનાવે, તે સરકાર બન્યા બાદ બાકીના મહિનાઓનો હિસાબ કિતાબ તૈયારી કરે.