PM Modi Bill Gates Interview : માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ લીધો છે. તે દરમિયાન વિજ્ઞાન, ટેક્નોલોજી, હેલ્થકેર, ક્લાઇમેટ ચેન્જ સહિત ઘણાં મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.
આ પણ વાંચો – જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના, ગાડી ખીણમાં ખાબકતા 10નાં મોતની આશંકા
PM Modi Bill Gates Interview : માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ લીધો છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી લઈને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જળવાયુ પરિવર્તન સામે લડવા જેવા અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ. બંને વચ્ચે વાતચીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને થઈ હતી. આ ઈન્ટરવ્યુની થીમ ફ્રોમ એઆઈ ટુ ડિઝિટલ પેમેન્ટ્સ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ ઇન્ટરવ્યુ આજે શુક્રવારે (29 માર્ચ) સવારે 9:00 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે કહ્યું કે તેને ચૂકશો નહીં. આજે સવારે 9:00 કલાકે મારી અને બિલ ગેટ્સ વચ્ચે વિજ્ઞાન, આરોગ્ય ક્ષેત્ર, આબોહવા સહિતના અનેક મુદ્દાઓ પર વિશેષ ચર્ચા પ્રસારિત કરવામાં આવશે.
ઇન્ટરવ્યુની થીમ ખાસ છે
પીએમ મોદી અને બિલ ગેટ્સ વચ્ચેની ખાસ વાતચીતની થીમ ‘ફ્રોમ એઆઈથી ડિજિટલ પેમેન્ટ્સ’ છે. સમાચાર એજન્સી ANI એ ગુરુવારે (28 માર્ચે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેનો પ્રોમો રિલીઝ કર્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ટીઝરમાં વડાપ્રધાન મોદી બિલ ગેટ્સ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડિજિટલ રિવોલ્યુશન, હેલ્થકેર, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, વુમન પાવર, ક્લાઈમેટ ચેન્જ અને ગવર્નન્સ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરતા જોવા મળે છે. પીએમએ બિલ ગેટ્સને નમો એપના ‘ફોટો બૂથ’ ફીચર વિશે પણ જણાવ્યું, જેને જોઈને ગેટ્સ આશ્ચર્યચકિત થઈ ગયા.
સાયકલવાળા દેશમાં ડ્રોન ઉડી રહ્યાં છે
ઈન્ટરવ્યુ દરમિયાન બિલ ગેટ્સે પીએમ મોદીને કહ્યું, ‘ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતે બતાવેલ રસ્તો દરેક માટે હોવો જોઈએ.’ તેના પર પીએમ મોદી કહે છે, ‘ગામમાં મહિલાઓ એટલે – ભેંસ ચરાવવા, ગાય ચરવી, દૂધ દોનાર એવુ નહિ. મેં તેમના હાથમાં ટેક્નોલોજી (ડ્રોન) આપી છે. આ દિવસોમાં, જ્યારે હું ડ્રોન દીદી સાથે વાત કરું છું, ત્યારે તે ખૂબ જ ખુશ છે. તે કહે છે કે અમને સાઈકલ ચલાવતા આવડતું નહોતું, આજે અમે પાઈલટ બની ગયા છીએ, ડ્રોન ઉડાવીએ છીએ.