Rashmika Deepfake : થોડા મહિના પહેલા અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna)નો ડીપફેક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતો. આ ફેક વિડિયોને લઈ ભારે બબાલ મચી હતી. ત્યારે હવે આ મામલે દિલ્હી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી વિડિયો બનાવનારનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં નવેમ્બર મહિનાથી તપાસ શરૂ હતી.
આ પણ વાંચો : શોએબ મલિકના ત્રીજા લગ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે
Rashmika Deepfake : એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના ડીપફેક વિડિયોને (Deepfake video) કારણે ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. દિલ્હી પોલીસે રશ્મિકા મંદાનાનો ડીપફેક વિડિયો બનાવનાર વ્યક્તિને ઝડપી પાડ્યો છે. જાણકારી અનુસાર આ વ્યક્તિની ઉંમર 23-24 વર્ષની છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
નવેમ્બર મહિનાથી આ કેસની પોલીસ (Delhi Police) તપાસ કરી રહી હતી અને હવે સફળતા હાથ લાગી છે. રશ્મિકાના વિડિયો બાદ સોશિયલ મીડિયામાં (Social Media) આલિયા ભટ્ટ (Alia Bhatt), કાજોલ (Kajol) અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ સચિન તેંડુલકરનો (Sachin Tendulkar) પણ આ પ્રકારનો વિડિયો વાયરલ થયો હતો.
આંધ્ર પ્રદેશમાંથી આરોપીની ધરપકડ
શનિવારે દિલ્હી પોલીસે રશ્મિકાનો ડીપફેક વિડિયો બનાવનારની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે સ્પેશિયલ સેલના યુનિટ IFSOએ આ વ્યક્તિની આંધ્ર પ્રદેશથી (Andhra Pradesh) ધરપકડ કરી છે. 6 નવેમ્બર 2023ના રોજ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ (Viral Video) થયો હતો. જેમાં રશ્મિકા મંદાનાનો ચહેરો લગાવામા આવ્યો હતો. બાદમાં સામે આવ્યું હતુ કે આ વિડિયો બનાવા માટે ડીપફેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બ્રિટિશ ઇન્ફ્લુએન્સર જારા પટેલની બોડી પર રશ્મિકાનો ચહેરો લગાવામાં આવ્યો હતો.
‘પુષ્પા’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી પોપ્યુલર એક્ટ્રેસ રશ્મિકાનો (Acress Rashmika) આ વિડિયો વાયરલ થયા બાદ ટેક્નોલોજીના દુરુપયોગને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં રશ્મિકાએ લખ્યું હતુ કે આ વિડિયોને જોઈ તે ખૂબ દુ:ખ અનુભવી રહી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પૈસા અને ફોલોવર્સની લાલચમાં બનાવ્યો વિડિયો
આ મામલે જાણકારી આપતા દિલ્હી પોલીસેના ડીસીપી, હેમંત તિવારીએ જણાવ્યું કે આ કેસની ટેક્નિકલ તપાસમાં ભારે મહેનત કરવી પડી. પોલીસે ડીસીડબ્લ્યુની ફરિયાદના આધારે 10 નવેમ્બરે કેસ કર્યો અને 500થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટને ફફોળવામાં આવ્યાં. તેઓએ કહ્યું કે તેની ટીમ ઘણાં રાજ્યોમાં ગઈ અને તેઓએ આખરે ઈ નવિનને આંધ્ર પ્રદેશના ગુંટુરમાંથી ઝડપી પાડ્યો.
નવિન (Naveen) રશ્મિકાનો મોટો ચાહક છે. વિડિયો બનાવાનો હેતુ નુકસાન પહોંચાડવાનો નહોતો. તે માત્ર વિડિયો દ્વારા પૈસા અને ફોલોઅર્સ વધારવા માંગતો હતો. આ વ્યક્તિએ ચેન્નઈથી 2021માં ઈલેક્ટ્રોનિક્સ અને ટેનિકોમ્યુનિકેશનમાં બીટેક કર્યું છે.
આ પણ વાંચો : જુનાગઢમાં પ્રજાસત્તાક પર્વને લઈ વિશેષ આયોજન, જાણો કેવી છે તૈયારી
નવિન રશ્મિકાના ફેન પેજ (Fan page) અને સાઉથના બે અન્ય સેલેબ્રિટિના ફેન પેજનું સંચાનલ કરે છે. તેના 90 હજારથી વધુ ફોલોઅર્સ હતા. જે રશ્મિકાનો વિડિયો અપલોડ કર્યા બાદ 1 લાખ ઉપર થઈ ગયા. તે મોનિટાઇઝેશન દ્વારા વધુ રૂપિયા કમાવા માંગતો હતો, પોતાના ફોલોઅર્સ વધારવા માંગતો હતો. એટલા માટે તેણે યુટ્યુબમાંથી (Youtube) એક એડિટિંગનો કોર્સ શીખી ડીપફેક વિડિયો બનાવ્યો હતો.
પરંતુ બોલીવૂડના મોટા સેલિબ્રિટીઓએ વિડિયોને ટ્વિટ કરી કાર્યવાહીની માંગ કરી તો બિકના માર્યા તેણે વિડિયો ડિલિટ કરી નાખ્યો સાથે જ ફેન પેજને પણ ડિલિટ કરી દીધુ.