Apple Job : એપ્પલ ભારતમાં પોતાનું પ્રોડક્શન આશરે 5 ગણું કરવા માંગે છે. આટલા મોટા પ્રમાણમાં પ્રોડક્શન માટે કંપની પોતાના વેન્ડર્સ અને સપ્લાયર્સ દ્વારા ભારતમાં આ નોકરી આપશે.
આ પણ વાંચો – 22 April : જાણો, આજનો ઈતિહાસ
Apple Job : દુનિયાની દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની એપ્પલે ભારતને લઈ મોટી યોજના તૈયાર કરી છે. એપ્પલના આ પ્લાનથી નોકરીની શોધ કરતા લોકોને મોટી રાહત મળશે. આઈફોન નિર્માતા કંપની આગામી 3 વર્ષમાં ભારતમાં 5 લાખ નોકરીઓનું સર્જન કરશે. આ નોકરીઓ એપ્પલના વેન્ડર દ્વારા આપવામાં આવશે. હાલ એપ્પલના વેન્ડર અને સપ્લાયર્સ ભારતમાં 1.5 લાખ લોકોને નોકરી આપી ચુક્યા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ટાટા ઇલેક્ટ્રોનિક્સ આપી રહી છે સૌથી વધુ નોકરીઓ
સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે એપ્પલ દેશમાં હાયરિંગને ઝડપથી વધારી રહી છે. અમારુ માનવું છે કે એપ્પલ આગામી 3 વર્ષોમાં આશરે 5 લાખ લોકોને નોકરીઓ આપશે. એપ્પલે આ માટે બે પ્લાન્ટનું સંચાલન કરતી ટાટા ઈલેક્ટ્રોનિક્સ હાલ સૌથી વધુ નોકરીઓનું સર્જન કરી રહી છે. હાલ એપ્પલે નોકરીઓના આંકડાને લઈ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે.
ભારતમાં પોતાનું પ્રોડક્શન પાંચ ગણું કરવા માંગે છે એપ્પલ
એપ્પલ ભારતમાં પોતાનું પ્રોડક્શન આશરે 5 ગણું વધારવા માંગે છે. કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં પોતાના પ્રોડક્શનને આશરે 40 અબજ ડોલર (3.32 લાખ કરોડ રૂપિયા) સુધી લઈ જવા માંગે છે. વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આટલા મોટા પ્રમાણમાં પ્રોડક્શન કરવા માટે એપ્પલને ઘણી નોકરીઓ પણ આપવી પડશે. કોવિડ 19 મહામારી દરમિયાન એપ્પલે ચીનમાં પોતાના હાલના મન્યુફેક્ચરિંગ પ્લાન્ટને લઈ ભારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ કંપનીએ ભારત તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતુ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
2023માં એપ્પલનું ભારતમાંથી રેવેન્યુ સૌથી વધારે
મોર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટે જણાવ્યું કે, વર્ષ 2023માં એપ્પલનું ભારતમાં રેવન્યુ સૌથી વધુ રહ્યુ છે. જો કે સેમસંગે સેલ્સ મામલે બાજી મારી છે. એપ્પલે ભારતમાં આશરે 1 કરોડ ફોન એક્સપોર્ટ કર્યા છે. સાથે જ રેવેન્યુના મામલે પહેલીવાર દેશની નંબર વન કંપની બની છે. એપ્પલને ભારતમાંથી આઈફોન એક્સપોર્ટ દ્વારા વર્ષ 2023-24માં 12.1 અબજ ડોલર મળ્યાં છે. આ આંકડો વર્ષ 2022-23માં 6.27 અબજ ડોલર હતો. એટલે કે આશરે 100 ટકાનો વધારો.