Big News : AAPના ધારાસભ્યએ રાજીનામુંં આપતા ખળભળાટ

ખબરી ગુજરાત ગુજરાત રાજકારણ
Spread the love

Resignation of Bhupat Bhayani : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે મોટી ગેઇમ થઈ ગઈ છે. જી હા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. AAPના ધારાસભ્યએ રાજીનામું (MLA Resigns) ધરી દીધુ હોવાના સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો : ધરોઇ ડેમ બનશે વર્લ્ડ ક્લાસ પર્યટન સ્થળ

PIC – Social Media

AAP MLA Resigns : ગુજરાતમાં હાલ શિયાળાને કારણે ઠંડીનો માહોલ છે, પણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જી હા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા ભૂપત ભાયાણીને પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધુ છે. આપના ધારાસભ્યને રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભાજપમાં જોડાય તેવી શક્યતા

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. રાજીનામા બાદ આપના ધારાસભ્ય કેસરિયો ખેસ ધારણ કરે તેવી અટકળોને વેગ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યોમાંથી એકની વિકેટ પડતા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મહત્વનું છે, કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટાની મોસમ પણ ફૂલ બહારમાં ખીલી છે. ભૂપત ભાયાણીના રાજીનામાથી ગુજરાત વિધાનસભા ખંડિત થશે. હવે વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાં 181 થઈ જશે. ભૂપત ભાયાણાની રાજીનામાં બાદ આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો બાકી રહેશે. વિસાવદરના ધારસભ્યના રાજીનામા બાદ લોકસભાની ચૂંટણી સાથે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પણ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : CBSE બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર, અહીં જુઓ

વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ નેતા હર્ષદ રિબડ્યાને હરાવ્યા

વિધાનસભા ચૂંટણી 2022માં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ જીત મેળવી હતી. આ બેઠક પર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડીયાને ભાજપે ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી કરશન વડોદરિયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જો કે AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ બંનેને હાર આપી વિધાનસભા બેઠક પરથી બાજી મારી હતી. ભૂપત ભાયાણીએ હર્ષદ રિબડિયાને 6,900 મતોથી હાર આપી હતી.