પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેર મુક્ત શાકભાજી, અનાજ, કઠોળ વિગેરે મળી રહે તેવા ઉમદા હેતુથી કચ્છ જિલ્લામાં તાજેતરમાં ભુજ હાટ

Bhuj: અમૃત આહાર મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ મેળવી બે લાખની વધુની આવક

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Bhuj: પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી (Organic farming) વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતો (Farmers)ની આવક બમણી થાય તે માટે સરકારની સુચના દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવેલું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેર મુક્ત શાકભાજી, અનાજ, કઠોળ વિગેરે મળી રહે તેવા ઉમદા હેતુથી કચ્છ જિલ્લામાં તાજેતરમાં ભુજ હાટ, રીલાયન્સ મોલની સામે, મુંદ્રા રોડ, ભુજ (Bhuj) ખાતે ચાર દિવસીય અમૃત આહાર મહોત્સવ (Amrit Aahar Mohotsav)નું આયોજન કરવામાં આવ્યું હતું

હવેથી દર મંગળવારે ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરવામાં આવશે

અમૃત આહાર મહોત્સવ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા 17 ખેડૂતો કે જેઓ કોઇ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના વપરાશ વગર ઉત્પન્ન કરેલા શાકભાજી, મસાલા, ફળપાકો, કઠોળ પાકો વગેરે પેદાશોનું ગ્રાહકોને સીધુ વેચાણ કર્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જેઓ દ્વારા આ ચાર દિવસીય મહોત્સવ દ્વારા કુલ રૂા.2,35,000ની આવક થઇ હતી. આ મહોત્સવનો લાભ અંદાજે 2200 જેટલા ગ્રાહકોએ લીધો હતો. આ અમૃત આહાર મહોત્સવનો સારો પ્રતિસાદ મળતાં હવેથી દર મંગળવારે 7 જેટલા ખેડૂતો વિવેકાનંદ પાર્ક, શેરી નંબર : 01, રિલાયન્સ મોલની બાજુવાળી શેરી, ભુજ હાટની સામે, ભાનુશાળી નગર, ભુજ ખાતે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમા અને સાત્વિક સંસ્થા- માધાપરના સંકલનમાં રહી પોતાની પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરશે. તો સ્વાસ્થ્યપ્રિય અને સ્વાદપ્રિય જનતાને લાભલેવા પ્રોજેકટ ડાયરેકટર- આત્મા કચ્છની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો: TMC નેતા Mahua Moitraએ લોકસભામાંથી તેમની હકાલપટ્ટીને Supreme Courtમાં પડકારી

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.