@મનિષ કંસારા
Bharuch Crime : મની એક્સચેન્જની આડમાં ચાલતા ફોરેન કરેન્સી એક્સચેન્જના ગેરકાયદે ચાલતા નેટવર્કનો ભરૂચ એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગુનામાં ભરૂચ એસ.ઓ.જી. દ્વારા રૂપિયા 56,22,506 સાથે બે ઈસમોને ઝડપી પાડ્યાં છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા ઇમરાન ખાનની મુશ્કેલીમાં વધારો
Bharuch Crime : ભરૂચમાં ચાલતા ગેરકાયદે મની એક્સચેન્જ નેટવર્કની ભરુચ એસઓજીને બાતમી મળતા પોલીસે અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા જાણાવા મળ્યું હતુ કે મહમદપુરા વિસ્તારમાં આવેલ વલીકા શોપીંગ સેન્ટરમાં આવેલી ફોરેક્ષ નામની દુકાન અને પાલેજ રીક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈ ક્રોસ કોમ્પલેક્ષમા આવેલ દુકાન નંબર 26 એક્સપ્રેસ મની ટ્રાન્સફર’ નામની દુકાનમાં ગેરકાયદે મની એક્સેન્જ કરવામાં આવે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મળતી માહિત અનુસાર ભરૂચ પોલીસે મહમદપુરા વિસ્તારમાં આવેલ વલીકા શોપીંગ સેન્ટરમાં દુકાન નંબર જી.બી./5માં ભરૂચ ફોરેક્ષનાનામથી મની એક્ષચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જનાં શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરે છે. જે અંગે ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરતા મોહંમદ તલહા ઈબ્રાહીમ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણી નોટો રૂ. 500ના બંડલો તથા અલગ-અલગ દેશની ફોરેન કરન્સી તથા આધારકાર્ડ નંગ-8, ચુંટણી કાર્ડ નંગ-4 તથા ડ્રાઇવિંગ લાયસન્સ નંગ-2 કુલ કિંમત રૂપ 38,43,134/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
તેમજ પાલેજ રીક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈ ક્રોસ કોમ્પલેક્ષમા આવેલ દુકાન નંબર 26 ‘ એક્સપ્રેસ મની ટ્રાન્સફર’ નામની દુકાનમા ટંકારીયા ગામનાં રહેવાસી મહંમદ આરીફ નામનો ઈસમ ગે.કા. રીતે વિદેશી નાણું એક્ષચેન્જ કરી ભારતીય કરન્સી આપે છે, જે અંગે ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરતા મહંમદ આરીફ યુનુસભાઈ પટેલનાં ઓની દુકાનમાં ટેબલમાં તપાસ કરતા ભારતીય ચલણી નોટો રૂ.500/- ના દર નાં બંડલો તથા જુદીજુદી વિદેશી કરન્સી નાં અલગ-અલગ દર ની તેમજ મોબાઇલ નંગ-1 મળી કુલ કિં.રૂ. 17,79,37 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : લાગ્યુ કે દુનિયામાં મારો સમય પૂરો થઈ ગયો – ઋષભ પંત
પકડાયેલા આરોપીઓમાં મોહંમદ તલહા ઈબ્રાહીમ પટેલ અને મહંમદ આરીફ યુનુસભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ બંને ઈસમો પાસેથી કબ્જે કરેલી ભારતીય ચલણી નોટો તથા અલગ-અલગ દેશની ફોરેન કરન્સી મુદ્દામાલ બાબતે કોઇ સંતોષકારક ખુલાસા ન કરતા ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા હવાલા રેકેટ અંગેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.