Accident News : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં બીજો ભયંકર અકસ્માત સર્જાયો છે. અમદાવાદના ધોલેરા વટામળ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો – માલીમાંં ભયંકર બસ દુર્ઘટના, 31 લોકોના મોત
Accident News : ગુજરાતમાં એક પછી એક મોટા અકસ્માતોની વણજાર થઈ છે. હજુ ગઈ કાલે જ ધોળકા નજીક અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. ત્યાં આજે અમદાવાદના ધોલેરા-વટામણ હાઇવે પર બે ટ્રકો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. અકસ્માતને પગલે લોકોના ટોળા ઉપટી પડ્યાં હતા. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મળતી માહિતી અનુસાર અમદાવાદના ધોલેરા-વટામણ હાઇવે પર પીંપળી ગામ નજીક બે ટ્રક સામ સામે અથડાતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે એક ટ્રકમાં આગળનો ભાગ સંપૂર્ણ ભંગારમાં ફેરવાય ગયો હતો. અક્સ્માતને પગલે આસ પાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. ત્યાર બાદ પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. હાલ અકસ્માતમાં મોતને ભેટનાર ત્રણેય મૃતકોને નજીકની હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યાં છે. તેમજ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ધોળકા નજીક અકસ્માતમાં 5 લોકોના મોત
નોંધનીય છે કે ગઈ કાલે મંગળવારે વહેલી સવારે બોલેરો અને બંધ ટ્રકની પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ધોળકા નજીક સર્જાયેલા અકસ્માતમાં 5 શ્રમિકોના મોત થયા હતા. જ્યારે 2 લોકો ઘાયલ થતા તેઓને અસારવા સિવિલ હોસ્પિટલે સારવાર અપાઈ રહી છે. બોલેરોમાં સવાર તમામ મજૂરો રાણપુર તરફ મજૂરી કામ માટે જઈ રહ્યાં હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો – હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી