Amitabh Bachchan Property : અમિતાભ બચ્ચન અને તેના પરિવારની સંપતિ અબજો રૂપિયા છે. હાલમાં જ તેઓએ 4 કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતુ. તેના દ્વારા અમિતાભ બચ્ચેન જોરદાર કમાણી થાય.
આ પણ વાંચો : Happy New Year 2024 : ક્યા દેશમાં ક્યારે ઉજવાશે નવું વર્ષ?
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તેમને પૈસાની ભારે તંગીનો સામનો કરવો પડ્યો. તેની પ્રોડક્શન કંપની એબીસીએલની નિષ્ફળતાને કારણે તે દેવામાં ફસાઈ ગયા હતા. આ પછી તેણે ટીવી પર આવવાનું નક્કી કર્યું જેણે બધાને ચોંકાવી દીધા. પરંતુ, તે ટીવી પર પણ સુપરહિટ રહ્યા અને ધીમે-ધીમે તેના તમામ દેવા માફ થઈ ગયા અને આજે તેની પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે. આજે અમે તમને એક રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ કે અમિતાભ બચ્ચન દર વર્ષે માત્ર મુંબઈમાં તેમની પ્રોપર્ટીના ભાડાથી 2 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
વોર્નર મ્યુઝિક ઈન્ડિયા લિમિટેડને 4 કોમર્શિયલ પ્રોપર્ટી આપવામાં આવી.
ઈકોનોમિક ટાઈમ્સ એન્ડ મની કંટ્રોલના અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચને મુંબઈના ઓશિવારા જિલ્લામાં તેમની 4 કોમર્શિયલ પ્રોપર્ટી વોર્નર મ્યુઝિક ઈન્ડિયા લિમિટેડને 5 વર્ષ માટે લીઝ પર આપી છે. આ પ્રોપર્ટી 10 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે.
આ વર્ષે તેને રૂ. 28 કરોડથી વધુમાં ખરીદી હતી
અમિતાભ બચ્ચને આ ચાર પ્રોપર્ટી ઓગસ્ટ 2023માં ખરીદી હતી. આ દરેકની કિંમત 7.18 કરોડ રૂપિયા છે. તાજેતરમાં જ ઘણા બોલિવૂડ સ્ટાર્સે મુંબઈના પ્રોપર્ટી માર્કેટમાં પૈસાનું રોકાણ કર્યું છે. જેમાં કાર્તિક આર્યન, મનોજ બાજપેયી અને સારા અલી ખાન પણ સામેલ છે. આ તમામે રેસિડેન્શિયલ પ્રોપર્ટીના બદલે કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપી છે. કોમર્શિયલ પ્રોપર્ટીમાં મળતા ઊંચા વળતરે બોલિવૂડ સ્ટાર્સને તેની તરફ આકર્ષ્યા છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પાંચ વર્ષ માટે કરી ડીલ
અમિતાભ બચ્ચન અને વોર્નર મ્યુઝિક ઈન્ડિયા લિમિટેડ વચ્ચેની આ ડીલ પાંચ વર્ષ માટે છે. તેમાંથી પ્રથમ ત્રણ વર્ષ માટે લોક-ઈન પીરિયડ રહેશે. વોર્નરને તેમાં 12 પાર્કિંગ સ્પેસ પણ મળશે. હાલમાં, કંપની 170 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે ભાડું ચૂકવશે. ત્રણ વર્ષ પછી, ભાડું 15 ટકા વધશે.
પોતાની દીકરી શ્વેતા નંદાને આપ્યો જુહૂનો બંગલો
આ વર્ષે નવેમ્બરમાં અમિતાભ અને જયા બચ્ચને તેમનો જુહુનો બંગલો પ્રતિક્ષા તેમની પુત્રી શ્વેતા નંદાને આપ્યો હતો. આ મિલકતને બે ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં એકની કિંમત 31.39 કરોડ રૂપિયા અને બીજીની કિંમત 19.24 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. બચ્ચને 8 નવેમ્બરે ગિફ્ટ ડીડ દ્વારા બંને શેર તેમની પુત્રીને આપ્યા હતા.