Air Travel Issue : હવાઈ મુસાફરીથી વ્યક્તિ પોતાનો ઘણો કિંમતિ બચાવી શકે છે. પરંતું ભારતીય એરલાયન્સ કંપનીઓ (Indian Airlines Company) હાલ ભારે વિવાદોમાં ચાલી રહી છે. હાલમાં જ ઈન્ડિગો (Indigo) એરલાયન્સના પાયલોટને એક યાત્રીએ ધૂંબો મારી લીધો હતો કેમ કે ફ્લાઇટ ધૂમ્મસના કારણે 13 કલાક રનવે પર ઊભી રહી હતી.
આ પણ વાંચો : ગુજરાતના નગરોને ઈઝ ઓફ લિવિંગ માટે 10 કરોડની ફાળવણી
જેના લીધે રોષે ભરાયેલા મુસાફરે પાયલોટ પર હુમલો કરી દીધો હતો. આ ઘટના એલાયન્સની વ્યવસ્થઓ પર ઘણા સવાલો ઊભા કરી રહી છે.
ફ્લાઇટ મોડી આવવી કે રદ્દ થવી, ઘેટા બકરાની જેમ વિમાનમાં મુસાફરો ભરવા, ભાડામાં કમરતોડ વધારો અને મુસાફરોના સામાનને લઈ સમસ્યા હવે સામાન્ય થઈ ગઈ છે. એવામાં એ જાણવું જરૂરી છે કે આખરે દેશમાં એરલાયન્સ કંપનીની સ્થિતિ કેવી છે. શા માટે મુસાફરો હેરાન થાય છે અને ક્યા મુદ્દે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
ભારતમાં કેટલા લોકો મુસાફરી કરે છે?
વિમાનમાં મુસાફરી (Air Travel) કરનાર લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. 2023માં ભારતમાં 15.2 કરોડથી વધુ લોકોએ હવાઇ મુસાફરી કરી હતી. નવેમ્બરમાં 9 ટકાનો વાધરો થયો અને મહિનામાં 1.27 કરોડ લોકોએ હવાઈ યાત્રા કરી. 2023-24માં 371 મિલિયન મુસાફરો અને 2024-25માં 412 મિલિયન મુસાફરો વિમાનમાં યાત્રા કરે તેવો અંદાજ લગાવામાં આવ્યો છે. જો કે ઘણાં મુસાફરો એરલાયન્સની સર્વિસથી સંતુષ્ટ નથી. મુસાફરો વધુ ભાડું, ફ્લાઇટ રદ્દ થવી, વિલંબ, સામાન ખોવાઈ જવો કે તૂટી જવો, ફ્લાઇટમાં (flight) મોંઘો ખોરાક અને કર્મચારીઓના ખરાબ વ્યવહાર જેવી ફરિયાદો કરી રહ્યાં છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
DGCAએ એરલાયન્સને નિર્દેશ આપ્યાં
એરલાઇન્સનો મુદ્દો ચર્ચામાં છે. મુસાફરો સોશિયલ મીડિયા પર એરલાઇન કંપનીઓ સામે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. વિવાદ એટલો વધી ગયો કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને શાંતિની અપીલ કરવી પડી. સિંધિયાએ લોકોને મુશ્કેલ સમયમાં સહકાર આપવા વિનંતી કરી. આ પછી DGCAએ એરલાઇન કંપનીઓ માટે એક સૂચના જાહેર કરી છે.
હવે વિલંબની શક્યતાને કારણે અગાઉથી જ ફ્લાઇટ રદ કરવામાં આવે તેવી શકયતા છે. એરક્રાફ્ટ રેગ્યુલેટરી બોડી ડીજીસીએએ નિર્દેશ આપ્યો છે કે જો ફ્લાઇટ ત્રણ કલાકથી વધુ મોડી થવાની સંભાવના હોય તો કંપનીઓ તે ફ્લાઇટ્સ અગાઉથી રદ કરી શકે છે.
10માંથી 8 લોકો હવાઈ યાત્રામાં થાય છે હેરાન
આ કંઈ પહેલી વાર નથી. મુસાફરોએ વારંવાર તેમના હવાઈ મુસાફરીના અનુભવ વિશે ફરિયાદ કરી છે. લોકલસર્કલે હવાઈ મુસાફરોનો અનુભવ જાણવા માટે એક સર્વે કર્યો હતો. સર્વેમાં 284 જિલ્લાના 25,000થી વધુ મુસાફરોએ ભાગ લીધો હતો. 78 ટકા મુસાફરોએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં તેમને એક અથવા વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. બાકીના 22 ટકા લોકોએ કહ્યું કે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. આનો અર્થ એ થયો કે 10 માંથી લગભગ 8 લોકોને હવાઈ મુસાફરી દરમિયાન કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.
તેમાંથી સૌથી વધુ 39 ટકા મુસાફરોએ કહ્યું કે તેઓને પ્લેનમાં આપવામાં આવતો ખોરાક, પીણું અને એન્ટટેઇમેન્ટની સુવિધા પસંદ નથી.
35 ટકા મુસાફરોને બોર્ડિંગ, ચેક-ઇન અને બેગેજ હેન્ડલિંગમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
30 ટકા લોકોને ફ્લાઈટનું ઈન્ટિરિયર પસંદ નથી આવ્યું. જેમ કે- બેઠક, મનોરંજનની રીત
17 ટકા લોકોએ કહ્યું કે એરલાઇન કંપનીઓ સમયસર ફ્લાઇટ સંબંધિત જરૂરી માહિતી પૂરી પાડતી નથી.
17 ટકાને ફ્લાઇટમાં વિલંબ થવાને કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો
9 ટકા લોકોને ફ્લાઈટ્સ અને એરપોર્ટ પર એરલાઈન્સ કર્મચારીઓનું વર્તન પસંદ નહોતું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઘણા લોકોને વિમાનમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી કારણ કે તેઓ એરલાઇનના કાઉન્ટર પર થોડી મિનિટો મોડા પહોંચ્યા હતા. આ પછી તેને આગલી ફ્લાઇટ માટે એરલાઇનના ટિકિટ કાઉન્ટર પર લઈ જવામાં આવ્યા અને વધારાના ચાર્જ લેવામાં આવ્યા.
શું મુસાફરોની સુવિધામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે?
લોકલસર્કલ ઈન્ડિયા એરલાઈન પેસેન્જર સેન્ટિમેન્ટ સર્વેમાં પૂછવામાં આવેલા બીજા પ્રશ્નના જવાબમાં 88 ટકા લોકોએ કહ્યું કે એરલાઈન કંપનીઓ પેસેન્જરો માટેની સુવિધાઓમાં ઘટાડો કરી રહી છે. આ જ પ્રશ્ન 2022 માં પૂછવામાં આવ્યો હતો, જ્યારે 78 ટકા લોકોએ ‘હા’ જવાબ આપ્યો હતો. એટલે કે આ આંકડો 2022માં કરાયેલા સર્વે કરતાં 9 ટકા વધુ છે. સર્વેક્ષણમાં સામેલ મુસાફરોએ જણાવ્યું હતું કે એવિએશન રેગ્યુલેટરએ સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ અને એરલાઈન્સ કંપનીઓને પેસેન્જર સુવિધાઓ સુધારવા દબાણ કરવું જોઈએ.
કેટલી ફ્લાઇટ રદ્દ થાય છે?
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી ડૉ. વીકે સિંહે ઓગસ્ટ 2023માં રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે 2017થી અત્યાર સુધીમાં 56,607 નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને 31.83 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું. આ આંકડો ચોંકાવનારો છે અને મુસાફરોને ભારે મુશ્કેલી ઉભી કરે છે. ખાસ કરીને, બિઝનેસ મિટિંગ્સ, મેડિકલ ઇમરજન્સી અથવા કોઈપણ જરૂરી કાર્યક્રમ માટે હવાઈ મુસાફરી કરતા લોકોને સૌથી વધુ નુકસાની થાય છે. ફ્લાઇટમાં વિલંબ અને કેન્સલ થવા પાછળ ઘણાં કારણો આપવામાં આવે છે. જેમ કે ખરાબ હવામાન, ટેકનિકલ ખામીઓ, પાઇલોટ્સની અછત અને ક્યારેક એરલાઇન્સ દ્વારા ઓવરબુકિંગ કરવું.
આ પણ જુઓ : જાણો, સુપર ઓવરના દરેક નિયમ, જે કદાચ તમને ખબર નહિ હોય
ભારતમાં એવિએશન સેક્ટરનુ ભવિષ્ય
ભારતમાં એવિએશન સેક્ટર ઝડપથી વધી રહ્યું છે. હવાઈ મુસાફરીની માંગ આકાશને આંબી રહી છે અને સ્થાનિક એરલાઈન્સ આ ઉછાળાનો લાભ લેવા તૈયાર છે. એવિએશન કંપનીઓ તેમના કાફલાને વિસ્તારવા અને નવી ટેક્નોલોજીમાં રોકાણ કરવા પર ભાર આપી રહી છે. વિદેશી કંપનીઓ પણ ભારતના એરલાઇન ઉદ્યોગમાં રસ લઇ રહી છે. અત્યાર સુધીમાં ભારતમાં 3.76 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. બીજી તરફ એરપોર્ટની સંખ્યા વધારવા માટે પણ કામ ચાલી રહ્યું છે, જેથી દેશના એક ખૂણેથી બીજા ખૂણે જવામાં સરળતા રહેશે.
ભારતે 2025 સુધીમાં 220 નવા એરપોર્ટ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ અંતર્ગત આગામી દિવસોમાં એરપોર્ટ પર 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના છે. સરકાર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને એવિએશન ઈંધણ પર ટેક્સ ઘટાડવા પર પણ કામ કરી રહી છે. કેન્દ્રીય બજેટ 2023-24માં નાગરિક ઉડ્ડયન મંત્રાલયને 3225 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 50 જૂના એરપોર્ટ ફરીથી ખોલવામાં આવશે. નાના શહેરોને હવાઈ સેવા સાથે જોડવા માટે ‘ઉડાન’ યોજનાને 601 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં 16 નવા એરપોર્ટ બનાવવામાં આવશે.