જાણો, સુપર ઓવરના દરેક નિયમ, જે કદાચ તમને ખબર નહિ હોય

સુપર ઓવર રમવી જેટલી રોમાંચક છે, તેના નિયમો પણ એટલા જ રસપ્રદ હોય છે. તેમાંથી અમુક નિયમો તો એવા પણ છે જેની ખુદ ખેલાડીઓને પણ ખબર નથી.

IND vs AFG વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચ દ્વારા નિયમો સમજીએ, જ્યારે પહેલીવાર બે સુપર ઓવર થઈ ત્યારે જ લોકોને ખ્યાલ આવ્યો.

ક્રિકેટ નિયમો અનુસાર જે બોલર પહેલી સુપર ઓવરમાં બોલિંગ કરે તે બીજી સુપર ઓવરમાં બોલિંગ કરી શકતો નથી.

ક્રિકેટના નિયમો અનુસાર કોઈ બેટ્સમેન પહેલી સુપર ઓવરમાં આઉટ થયો હોય તે બીજી સુપર ઓવરમાં બેટિંગ કરી શકો નથી.

T20 ક્રિકેટમાં જ્યાં સુધી કોઈ ટીમ જીતે નહિ ત્યાં સુધી સુપર ઓવર રમાડવામાં આવે છે. જ્યારે ટેસ્ટ મેચમાં સુપર ઓવર જેવો કોઈ નિયમ નથી.

વન ડે ક્રિકેટમાં પણ સુપર ઓવર માત્ર ICCના નોકઆઉટ મેચ જેમ કે સેમિફાઈનલ અને ફાઇનલ માટે હવે બન્યા છે. આ નિયમ 2019 વર્લ્ડ કપના ફાઇલનમાં વિવાદ પછી બનાવાયા હતા.

વન ડે બાઇલેટરલ સિરિઝ અને ICC ટુર્નામેન્ટના લીગ ફેજના મુકાબલામાં કોઈ સુપર ઓવર નથી હોતી. મેચ ટાઈ થવા પર અંક શેઅર કરવામાં આવે છે.

સુપર ઓવર હંમેશા તે કેસમાં થાય છે જ્યારે મેચ ટાઇ થઈ હોય. તેમાં દરેક ટીમ પાસે 2 વિકેટ હોય છે. જો બે વિકેટ 6 બોલમાં જ પડી જાય તો તે ટીમની ઇનિંગ ત્યાં જ પૂરી થઈ જાય છે.

સુપર ઓવર માટે દરેક ટીમ 3 બેટ્સમેનોને પસંદ કરી શકે છે. જ્યારે તેમાં ફિલ્ડિંગ માટે કોઈ પ્રતિબંધ નથી.

બોલિંગ કરનાર ટીમ પાસે સુપર ઓવર ક્યાં છેડેથી બોલિંગ કરવા માંગે છે તે નિર્ણય લેવાનો હક હોય છે.

અયોધ્યા : શ્રી રામની જૂની મૂર્તિનું શું થશે?