કચ્છની ધરા ધ્રુજી, 4.1ની તીવ્રતાનો આચંકો અનુભવાયો

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Kutch Earthquake : રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે કચ્છમાં સવારે ભૂકંપનો આંચકો અનુભવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : UPIથી રૂ. 5 લાખ સુધી કરી શકશો ચૂકવણી, પણ શરત આટલી

PIC – Social Media

Kutch Earthquake : હાલ ગુજરાતમાં હાડ થિજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે આજે સવારે કચ્છમાં (Kutch) ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી છે. તીવ્ર ભૂકંપના કારણે કચ્છના લોકોને 2001માં આવેલા ભૂકંપની યાદો તાજી થઈ છે. ભૂકંપનું (Earthquake) કેન્દ્ર બિંદુ ધોળાવિરા (Dholavira) થી 59 કિમી દુર હોવાનું જણાવાય રહ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર ગુજરાતના કચ્છ (Kutch) જિલ્લામાં સવારે આશરે 9.38 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અચાનક ધરતીમાં કંપન થતા કચ્છવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ઘરની બહાર દોડી આવ્યાં હતા. ભૂકંપની તીવ્રતા 4.1ની નોંધવામાં આવી છે. તેમજ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવિરાથી 59 કિમીી દૂર નોંધવામાં આવ્યું છે. મહત્વનું છે કે 2001માં કચ્છ જિલ્લામાં ભયંકર ભૂકંપ (Earthquake)ના કારણે સેંકડો લોકોના મોત થયા હતા અને કરોડો રૂપિયાની મિલકતને નુકસાન પહોંચ્યું હતુ. ત્યારે ફરી તીવ્ર ભૂકંપના લીધે કચ્છવાસીઓને 2001ની ભૂકંપની યાદો તાજી થઈ ગઈ છે.