કોંગ્રેસ માટે નેહા જેવી દીકરીઓની જિંદગીની કોઈ કિંમત નથી : પીએમ મોદી

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Lok Sabha Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બલગાવીમાં એક ચુંટણી રેલી સંબોધિત કરતા કોંગ્રેસ પર ભારે પ્રહારો કર્યાં હતા. તેઓએ કહ્યું કે કોંગ્રેસના શહેજાદાની નવાબો, બાદશાહો વિરુદ્ધ બોલવાની હિમ્મત નથી.

આ પણ વાંચો – શું રિલ્સ અને પોસ્ટ જોવા માટે ચુકવવા પડશે પૈસા? ઇન્સ્ટાગ્રામનું નવું ફિચર

PIC – Social Media

Lok Sabha Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના બેલગાવીમાં એક ચુંટણી રેલી સંબોધિત કરતા રાહલુ ગાંધી પર નિશાન સાધ્યુ. તેઓએ કહ્યું કે “કોંગ્રેસના શહેજાદાને આપણાં રાજા – મહારાજાઓનું યોગદાન યાદ નથી. તે વોટબેંકની રાજનીતિ માટે રાજા મહારાજાઓ વિરુદ્ધ બોલવાની હિમ્મત કરે છે અને નવાબો, બાદશાહો અને સુલતાનો વિરુદ્ધ એક શબ્દ બોલવાની તાકાત નથી.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કોંગ્રેસના શહેજાદાનું કહેવું છે કે ભારતના રાજા, મહારાજા અત્યાચારી હતા, તે ગરીબોની જમીનો આંચકી લેતા. કોંગ્રેસના શહેજાદાએ છત્રપતિ શિવાજી મહારાજ, રાની ચિનમ્માનું અપમાન કર્યું છે. કોંગ્રેસના શહેજાદાનું નિવેદન જાણી જોઈને વોટબેન્કની રાજનીતિ કરવા માટે તુષ્ટિકરણ માટે આપવામાં આવેલું નિવેદન છે.”

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પીએમ મોદીએ કહ્યું, “કોંગ્રેસની સરકાર તુષ્ટિકરણને જ પ્રાથમિકતા આપે છે. તેના માટે નેહા જેવી દીકરીઓની જિંગદીની કોઈ કિંમત નથી. તેને માત્ર પોતાની વોટબેન્કની ચિંતા છે. જ્યારે બેંગલુરુના કેફેમાં બોમ્બ વિસ્ફોટ થયો, ત્યારે કોંગ્રેસે આ ઘટના ગંભીરતાથી લીધી નહિ. એટલુ જ નહિ કોંગ્રેસે વોટ માટે પીએફઆઈ… જે આતંકવાદને આશ્રય આપનાર દેશ વિરોધી સંગઠન છે, જેના પર મોદી સરકારે પ્રતિબંધ લગવ્યો છે. કોંગ્રેસ માત્ર એક સીટ વાયનાડ જીતવા માટે આવા પીએફઆઈ આતંકી સંગઠનનો બચાવ કરવા મથી રહી છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “છેલ્લા 10 વર્ષોમાં ભાજપ, એનડીએ સરકારે દેશના નાગરિકોની ઇઝ ઓફ લિવિંગ માટે ઘણું કામ કર્યું છે. તેનુ મોટુ ઉદાહરણ ભારતીય ન્યાય સંહિતા છે. કોંગ્રેસ માનસિક રૂપે અંગ્રેજોની ગુલામીમાં જ જીવી રહી હતી. હવે ભારતમાં ન્યાય સંહિતામાં દંડને નહિ પરંતુ ન્યાય આપવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “હુબલીમાં કોલેજ કેમ્પસમાં જે થયુ તેણે દેશ હચમચાવી નાંખ્યો. તે દીકરીનો પરિવાર એક્શનની માંગ કરી રહ્યો હતો. પરંતુ કોંગેસની સરકાર તુષ્ટિકરણના દબાણને જ પ્રાથમિકતા આપે છે. તેના માટે નેહા જેવી દીકરીઓની જિંદગીની કોઈ કિંમત નથી. તેને પોતાની વોટબેન્કની ચિંતા છે. બેંગલુરુના કાફેમાં બોમ્બ વિસ્ફોટ થયો તો પણ ગંભીરતા ન આવી. તેઓએ ત્યાં સુધી કહી દીધુ કે ગેસ સિલિન્ડર ફાટ્યો હશે. કોંગ્રેસ દેશની જનતાની આંખોમાં ધૂળ કેમ નાખી રહી છે?”