સરકાર દ્વારા અહી ડ્રાઇ-ડે જાહેર, બે દિવસ દારુની દુકાનો બંધ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Dry Day : દિલ્હીમાં દારુના શોખીનો માટે આ મહિનામાં બે દિવસ ડ્રાઇ ડેનો સામનો કરવો પડશે. દેશની રાજધાનીમાં દારુની દુકાનો બંધ રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

Dry Day : દિલ્હી સરકારે રાજધાની વિસ્તાર સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશને કેટલાક વિસ્તારોમાં ચુંટણીને ધ્યાને લઈ એપ્રિલમાં બે દિવસ માટે ડ્રાઇ ડેની ઘોષણા કરી છે. દિલ્હી આકબારી વિભાગ દ્વારા જાહેર કરેલા આદેશ અનુસાર દિલ્હીમાં 24 એપ્રિલ સાંજે 6 વાગ્યાથી 26 એપ્રિલ સાંજે 6 વાગ્યા સુધી દારુની દુકાનો બંધ રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ચુંટણી સિવાય 11 એપ્રિલે ઇદ, 17 એપ્રિલે રામ નવમી, 21 એપ્રિલે મહાવીર જયંતીને લઈ દિલ્હીમાં દારુની દુકાનો બંધ રહેશે. જ્યારે 23 મેના રોજ બુદ્ધ પૂર્ણિમા, 17 જૂન બકરી ઈદને લઈ ડ્રાઇ ડે જાહેર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે દિલ્હી સરકારે દર ત્રણ મહિને ડ્રાઇ ડેની યાદી જાહેર કરે છે.