Ujjain Fire : મધ્ય પ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ છે. આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા. તે દરમિયાન ગુલાલ ઉડાડતા જ આગ લાગી હતી. આગમાં મુખ્ય પુજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા. તેઓને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો – 25 March : જાણો, આજનો ઈતિહાસ
Ujjain Fire : મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાં સોમવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગર્ભગૃહમાં ધૂળેટીના દિવસે ભસ્મ આરતી દરમિયાન ગુલાલ ઉડાડવાથી આગ ફેલાઈ હતી. આ આગમાં 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ભોગ બનનારમાં પુજારી અને સેવકો પણ સામેલ છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મહાકાલ મંદિરમાં ભસ્મ આરતીના મુખ્ય પુાજરી સંજય ગુરુ, વિકાસ પુજારી, મનોજ પુજારી, અંશ પુરોહિત, સેવક મહેશ શર્મા અને ચિંતામન ગેહલોત સહિત અન્ય ઘણાં લોકો ઘાયલ થયા છે. આ ઘટના દરમિયાન સીએમ મોહન યાદવનો પુત્ર અને પુત્રી પણ મંદિરમાં હાજર હતા. બંને ભસ્મ આરતીના દર્શન કરવા ગયા હતા અને બંને સુરક્ષિત છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ઉજ્જૈન કલેક્ટર નીરજ કુમાર સિંહે જણાવ્યું કે ભસ્મ આરતી દરમિયાન ગુલાલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં કપૂરની આગ ભભૂકી હતી. જેથી અંદર હાજર 13 પુજારી દાઝી ગયા હતા. તમામ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ડોક્ટરનું કહેવું છે કે તમામની હાલત સ્થિર છે. મંદિરમાં દર્શન યથાવત રીતે ચાલુ છે. મંદિરમાં કોઈ પ્રકારની સમસ્યા ઊભી થઈ નથી.
સેવકે કહ્યું – પાછળથી કોઈએ પૂજારી પર ગુલાલ રેડ્યો
વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં હજારો ભક્તો હાજર હતા. બધા મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા. ઘાયલ સેવકે જણાવ્યું કે પાછળથી આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર કોઈએ ગુલાલ રેડ્યો હતો. ગુલાલ દીવા પર પડ્યો. ગુલાલમાં કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. બીજી તરફ, ગર્ભગૃહની ચાંદીની દિવાલને રંગ અને ગુલાલથી બચાવવા માટે ત્યાં ફ્લેક્સ મૂકવામાં આવ્યા હતા. તેમાં પણ આગ ફેલાઈ હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
તેમણે જણાવ્યું કે આગ લાગ્યા બાદ કેટલાક લોકોએ અગ્નિશામક સાધનો વડે આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં આરતી કરી રહેલા સંજીવ પૂજારી, વિકાસ, મનોજ, સેવાધારી આનંદ કમલ જોષી સહિત ગર્ભગૃહમાં હાજર 13 લોકો દાઝી ગયા હતા. આ મામલે કલેક્ટર નીરજ સિંહે કહ્યું કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ અંગે કમિટી તપાસ કરશે.