Supreme Court On CAA : સુપ્રીમ કોર્ટે સમાન નાગરિક સંહિતા કાયદા પર હાલ રોક લગાવવા ઇનકાર કર્યો છે. જ્યારે કેન્દ્ર સરકાર પાસે 3 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
આ પણ વાંચો – મુખ્ય નિર્વાચન અધિકારીની રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
Supreme Court On CAA : દેશની સર્વોચ્ચ અદાલતે મંગળવારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ના અમલીકરણ પર હાલ પૂરતી રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે સરકાર પાસેથી ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સરકારે ગયા અઠવાડિયે આ કાયદા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સુપ્રીમ કોર્ટમાં 237 અરજીઓ
CAA સંબંધિત લગભગ 237 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટે હાલમાં તેના અમલ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે અને સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સરકારને જવાબ દાખલ કરવા માટે 8 એપ્રિલ સુધી ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 9 એપ્રિલે થશે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને માત્ર ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને કહ્યું, ‘આ (CAA) કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવી લેતું નથી.’
કેન્દ્રને સમય આપવાનો વિરોધ
અરજદારો તરફથી હાજર રહેલા એડવોકેટ કપિલ સિબ્બલે કેન્દ્રને સમય આપવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે નાગરિકતા બિલને 2019માં સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હવે ચાર વર્ષ થઈ ગયા. હાલમાં જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એકવાર લોકોને આ કાયદાના આધારે નાગરિકતા મળી જશે તો તેને પરત કરવી મુશ્કેલ બનશે. સિબ્બલે કેન્દ્ર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તે જ સમયે, અરજદારો વતી હાજર રહેલા અન્ય વકીલ ઇન્દિરા જય સિંહે પણ CAA પર સ્ટે મૂકવા અને મામલાને મોટી બેંચને મોકલવાની માંગ કરી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સંસદે વિવાદાસ્પદ કાયદો પસાર કર્યાના ચાર વર્ષ પછી, કેન્દ્ર સરકારે 11 માર્ચે સંબંધિત નિયમોની સૂચના સાથે નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 ના અમલીકરણનો માર્ગ મોકળો કર્યો. આ કાયદામાં 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ઝડપથી ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે.