World Cup 2023 Final: વર્લ્ડકપ ફાઇનલમાં મળેલી હારને ભારતીય ક્રિકેટ રસિયાઓ હજુ સુધી ભૂલી શક્યા નથી. ત્યારે હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે વર્લ્ડકપ ફાઇનલને લઈ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યાં છે. કૈફે દાવો કર્યો છે કે વિશ્વ કપ ફાઇનલની પિચ સાથે છેડછાડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો – સિદ્ધુ મુસેવાલાના ઘરે ગૂંજી કિલકારીઓ, 58 વર્ષની માંએ આપ્યો દીકરાને જન્મ
World Cup 2023 Final: ઓસ્ટ્રેલિયાએ ગત વર્ષે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને 6 વિકેટે હરાવ્યું હતુ. ઓસ્ટ્રેલિયન ટીમ છઠ્ઠીવાર ચેમ્પિયનનો ખિતાબ જીતી લીધો તો બીજી બાજુ ભારતનું 3જી વાર ચેમ્પિયન બનવાનું સપનું તુટી ગયું હતુ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા આ ફાઇનલમાં ભારતીય બેટ્સમેન સ્લો પિચ પર સંઘર્ષ કરી રહ્યાં હતા. જેના લીધે ભારતીય ટીમ 240 રન જ બનાવી શકી હતી. ત્યાર બાદ એસ્ટ્રેલિયાનએ ધમાકેદાર ઇનિંગ રમીને 241 રનનો ટાર્ગેટ 42 બોલ બાકી રાખીને ચેજ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમના જીતનો હીરો ટ્રેવિસ હેડ સાબિત થયો હતો. જેણે 137ની ધમાકેદાર ઇનિંગ રમી હતી. હેડને પ્લે ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યાં આવ્યો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રોહિત-દ્રવિડે વારંવાર લીધી હતી પિચની મુલાકાત – કૈફ
વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારને ભારતીય ક્રિકેટ ચાહકો હજુ સુધી ભૂલી શક્યા નથી. ત્યારે હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મહોમ્મદ કૈફે વર્લ્ડકપની ફાઇનલને લઈ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કૈફે દાવો કર્યો છે કે વિશ્વ કપ ફાઇનલની પિચમાં ઘરેલુ ટીમને અનુકુળ બનાવા માટે તેમાં ક્યુરેટર દ્વારા છેડછાડ કરવામાં આવી હતી. કૈફે કહ્યું કે હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત પિચની ચકાસણી કરવા માટે સતત 3 દિવસ સુધી મેદાન પર ગયા. કૈફે કહ્યુ કે તેઓએ પિચનો રંગ બદલતા જોયો. કેફે એક રીતે રાહુલ અને રોહિત પર હારનું ઠીકરું ફોડ્યું છે.
કૈફે એક ડિઝિટલ મીડિયા હાઉસને ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, હું ત્યાં 3 દિવસ હતો. રોહિત શર્મા અને દ્રવિડ સાંજે આવ્યાં. પિચ પર ગયા, ફર્યા, જોયુ કેવી પિચ છે. આવું સતત 3 દિવસ સુધી ચાલ્યુ. મે પિચનો રંગ બદલતા જોયો છે. કમિંસ, સ્ટાર્ક પાસે ફાસ્ટ બોલિંગી છે. તો તેને સ્લો પિચ ના આપો ત્યાં જ ભૂલ થઈ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કૈફ કહે છે, “એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયામાં પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક હતા, તેથી ભારત ધીમી પિચ આપવા માંગતું હતું અને તે અમારી ભૂલ હતી. ઘણા લોકો કહેતા હોય છે કે ક્યુરેટર તેમનું કામ કરે છે અને અમે તેમાં દખલ નથી દેતા – આ બકવાસ છે. જ્યારે તમે પીચની આસપાસ ફરતા હોવ ત્યારે તમારે ફક્ત બે લાઇનો કહેવાની છે. ‘મહેરબાની કરીને પાણી ન આપો, ફક્ત ઘાસ ઓછું કરો. તે થાય છે. આ સાચું છે અને કરવું જોઈએ. તમે ઘર આંગણે રમી રહ્યાં છો.