સિદ્ધુ મુસેવાલાના ઘરે ગૂંજી કિલકારીઓ, 58 વર્ષની માંએ આપ્યો દીકરાને જન્મ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Siddhu Musewala News : દિગ્ગજ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના ઘરે ફરીવાર કિલકારીઓ ગૂંજી છે. તેની માતાએ દીકરાને જન્મ આપ્યો છે. સિદ્ધુના પિતા બલકૌર સિંહએ પોતાના નવજાત બાળકની તસવીરો સોશિયલ મીડિયા પર શેઅર કરી છે.

આ પણ વાંચો – ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો

PIC – Social Media

Siddhu Musewala News : દિવંગત પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાના ઘરમાં ખુશીનો માહોલ છે. તેમની માતા ચરણ કૌરે 58 વર્ષની વયે પુત્રને જન્મ આપ્યો છે. મૂઝવાલાના પિતા બલકૌર સિંહે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. સિદ્ધુ મૂઝવાલાના પિતા બલકૌર સિંહે તેમના નાના પુત્રની તસવીર શેર કરતા લખ્યું, ‘શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદ સાથે, અનંત ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં મૂક્યો છે. ઈશ્વરના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ બદલ હું ઋણી છું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે કે પંજાબમાં સિદ્ધુ મૂઝવાલાની હત્યાના લગભગ બે વર્ષ બાદ રવિવારે બલકૌર અને તેની પત્નીના ઘરમાં હાસ્ય ગુંજી ઉઠ્યું હતું. મૂઝવાલાના પિતાએ તેમના અધિકૃત ફેસબુક પેજ પર પોસ્ટ કરીને કહ્યું કે મૂસેવાલાને તેમના નાના ભાઈના રૂપમાં આશીર્વાદ મળ્યા છે.

બલકૌરે પહેલા સમાચારોનું ખંડન કર્યું હતુ

અગાઉ, બલકૌર સિંહે 58 વર્ષની વયે તેમની પત્નીના ગર્ભાવસ્થાના સમાચારને નકારી કાઢ્યા હતા અને દરેકને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘અમે સિદ્ધુના ફેન્સના આભારી છીએ જેઓ અમારા પરિવારની ચિંતા કરે છે. પરંતુ અમે વિનંતી કરીએ છીએ કે પરિવાર વિશે એટલી બધી અફવાઓ ચાલી રહી છે કે તેના પર વિશ્વાસ ન કરી શકાય. જે પણ સમાચાર હશે તે પરિવાર તમારા બધા સાથે શેર કરશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સિદ્ધુની માતાએ આ ટેકનિકનો આશરો લીધો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૂઝવાલાની માતાએ બાળકને જન્મ આપવા માટે ઇન વિટ્રો-ફર્ટિલાઇઝેશન થેરાપી (IVF) લીધી હતી. તમને જણાવી દઈએ કે 28 વર્ષીય સિદ્ધુ મૂઝવાલાની માનસામાં 29 મે 2022ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબી ગાયકને નજીકથી શૂટ કરવામાં આવ્યું હતું. હુમલાખોરોએ મૂઝવાલા પર 30થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.