ICC Test Rankings: આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ પહેલા નંબરે પહોંચી ગઈ છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પછાડી નંબર વનનું સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો – Current Affairs : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે આ સવાલ
ICC Test Rankings: ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી છે. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ સતત ચાર ટેસ્ટ મેચ જીતીને શ્રેણી જીતી લીધી. ભારત માટે યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે ICCએ નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ટીમ ઈન્ડિયાને ફાયદો થયો છે અને ભારતીય ટીમ નંબર વન પર પહોંચી ગઈ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આયર્લેન્ડને એક સ્થાનનો ફાયદો
ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ઓસ્ટ્રેલિયાને પછાડીને નંબર 1 બની ગયું છે. ભારતીય ટીમના 122 રેટિંગ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે અને તેના 117 રેટિંગ પોઈન્ટ છે. આ સિવાય ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ આઇરિશ ટીમને એક સ્થાનનો ફાયદો થયો છે. ટીમ 11મા નંબરે પહોંચી ગઈ છે. આયર્લેન્ડના 10 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે અફઘાનિસ્તાનને એક સ્થાનનું નુકસાન થયું છે અને અફઘાનિસ્તાનની ટીમ 12માં નંબર પર છે.
આયર્લેન્ડે અફઘાનિસ્તાને પછાડ્યું
ગયા અઠવાડિયે, અફઘાનિસ્તાન અને આયર્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં આયર્લેન્ડે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આયરલેન્ડની આ પ્રથમ જીત છે. આયર્લેન્ડ માટે માર્ક એડેરે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પ્રથમ દાવમાં પાંચ અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે ટીમ માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પ્રથમ દાવમાં લીડ મેળવી હતી
અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા. આ પછી આયરિશ ટીમે 263 રન બનાવ્યા અને પ્રથમ દાવના આધારે 108 રનની લીડ મેળવી લીધી. આ પછી, અફઘાનિસ્તાનના બેટ્સમેનો બીજી ઇનિંગમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા અને સમગ્ર ટીમ માત્ર 218 રન બનાવી શકી હતી. આ રીતે આયર્લેન્ડને જીતવા માટે 110 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને આયર્લેન્ડે સરળતાથી હાંસલ કરી લીધો હતો.