વડાપ્રધાન કોલકાત્તાને આપશે અંડરવોટર મેટ્રોની ભેટ, જાણો ખાસિયત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

PM In Kolkata : પીએમ મોદી આજે દેશની પ્રથમ અંડર ગ્રાઉન્ડ વોટર ટનલની અંદર ચાલતી મેટ્રોનું ઉદ્ધાટન કરશે. આ વોટર ટનલ હુગલી નદીની નીચે બનાવામાં આવી છે. કોલકાતાને હાવરા સાથે જોડનાર આ મેટ્રો દેશમાં શ્રેષ્ઠ એન્જિનિયરીંગનું ઉદાહરણ છે.

આ પણ વાંચો – 6 March : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

PM In Kolkata : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંદેશખાલીથી લગભગ 85 કિલોમીટર દૂર ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસતમાં રેલી કરશે. સંદેશખાલીની પીડિત મહિલાઓ પણ આ રેલીમાં ભાગ લેશે. અત્યાર સુધી જે પણ મહિલાઓ બુરખામાં જોવા મળતી હતી તે પહેલીવાર બુરખા વગર જોવા મળશે. સમાચાર છે કે આ પીડિત મહિલાઓને પણ પીએમ મોદી સાથે સ્ટેજ પર બેસાડવામાં આવી શકે છે. સંદેશખાલીની મહિલાઓએ ટીએમસીના પૂર્વ નેતા શાહજહાં શેખ અને તેના સાગરિતો પર બળજબરીથી જમીન છીનવી લેવાનો તેમજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મમતા બેનર્જી કરશે મોટી ઘોષણા

તમને જણાવી દઈએ કે સંદેશખાલીમાં મહિલાઓની ઉત્પીડન મામલે પીએમ મોદીએ બંગાળમાં પોતાની રેલીમાં સીએમ મમતા બેનર્જીને ઘેરી લીધા છે. તેમના જોરદાર પ્રવાસોએ ટીએમસીના સમીકરણને પહેલાથી જ ખલેલ પહોંચાડી દીધી છે. જેના કારણે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ તણાવમાં આવી ગયા છે. મમતા બેનર્જીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે તે આજે સવારે 10 વાગ્યે એક મોટી જાહેરાત કરવા જઈ રહી છે. જોકે, આ જાહેરાત શેના વિશે હશે તે તેમણે જણાવ્યું નથી.

કોલકાતાને રોમાંચક પ્રવાસની ભેટ મળશે

મમતા બેનર્જીએ એ જ સમય પસંદ કર્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતામાં રૂ. 15,400 કરોડના મૂલ્યના અનેક કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આજની સૌથી મોટી ભેટ કોલકાતા-હાવડા અંડરવોટર મેટ્રો છે. આ વોટર ટનલ હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે. અહીં, જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીની સપાટીથી 13 મીટર નીચે 520 મીટર લાંબી ટનલમાં બે ટ્રેક નાખવામાં આવ્યા છે. દેશમાં એન્જિનિયરિંગનું ઉદાહરણ બનવા જઈ રહેલી આ ટનલ કોલકાતાના લોકોનો સમય તો બચાવશે જ પરંતુ તેમને આરામદાયક મુસાફરી પણ આપશે. કોલકાતાને મેટ્રોની આ ભેટથી કરોડો લોકોને સીધો ફાયદો થશે. પીએમ મોદી આજે તેનું ઉદ્ઘાટન કરશે અને આ મેટ્રોની યાત્રા પણ આજે જ સામાન્ય લોકો માટે શરૂ થશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

અંડરવોટર મેટ્રોની વિશેષતા-

કોલકાતા મેટ્રોનો હાવડા મેદાન એસ્પ્લેનેડ સેક્શન ખૂબ જ ખાસ છે કારણ કે તે ભારતની પ્રથમ પાણીની અંદરની ટનલ છે.
પૂર્વ-પશ્ચિમ મેટ્રોના 16.6 કિલોમીટરમાંથી 10.8 કિલોમીટર જેટલો ભાગ ભૂગર્ભમાં છે.
આ મેટ્રો હુગલી નદીનું 520 મીટરનું અંતર માત્ર પિસ્તાલીસ સેકન્ડમાં કાપશે.
આ મેટ્રોનું કામ 13 વર્ષથી ચાલી રહ્યું હતું પરંતુ 2015 પછી તેને વેગ મળ્યો અને આ ટનલ બનાવવામાં માત્ર 66 દિવસનો સમય લાગ્યો.

કોલકત્તાને આ અનોખી ભેટ આપ્યા બાદ, વડાપ્રધાન બપોરે લગભગ 3.30 વાગ્યે બિહારના બેતિયામાં રૂ. 8,700 કરોડના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.