TV anchor Kidnapping : હૈદરાબાદમાં લગ્ન માટે રાજી ન થતા એક બિઝનેસવુમને ટીવી એન્કરનું અપહરણ કર્યું હતુ. આરોપી મહિલાની ઓળખ ત્રિશા તરીકે થઈ છે, જે પાંચ સ્ટાર્ટઅપ કંપનીની ડાઇરેક્ટર છે. આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો – પીએમ મોદી ગુજરાતને આપશે 35,700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
TV anchor Kidnapping : હૈદરાબાદ (Hyderabad)માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લગ્નનો ઇનકાર કર્યા બાદ એક મહિલાએ ટીવી એન્કર (TV anchor)નું અપહરણ કરી લીધુ છે. પોલીસ અનુસાર, બિઝનેસવુમને એક ટેલિવિઝન એન્કરનો પીછો કરી અને તેની સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેના માટે રાજી ન થતા તેનું અપહરણ (Kidnapping) કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આરોપી મહિલાની ઓળખ ભોગિરેડ્ડી ત્રિશા (Bhogireddy Trisha) તરીકે થઈ છે. જે પાંચ સ્ટાર્ટઅપ કંપનીઓની ડાયરેક્ટર છે. ત્રિશાએ ટીવી મ્યુઝિક ચેનલના એન્કર પ્રણવ (Pranav)ની પ્રોફાઈલ મેટ્રોમોનિયલ વેબસાઇટ (Matronial website) પર જોઈ અને ત્યાર બાદ પ્રણવનો સંપર્ક કર્યો હતો. જ્યારે પ્રણવ લગ્ન માટે રાજી ન થતા તેનું અપહરણ કરી લીધુ. આ માટે ત્રિશાએ પોતાના માણસોની મદદ પણ લીધી. જો કે ઘટના બાદ પ્રણવ કોઈ રીતે બચી નીકળ્યો હતો અને સમગ્ર ઘટના પોલીસને જણાવી મદદ માંગી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતુ કે પ્રણવની વૈવાહિક પ્રોફાઇલ ને એક અજાણી વ્યક્તિએ ખોટી રીતે રજૂ કરી હતી. તેઓએ જણાવ્યું કે મહિલાએ કથિત રીતે ટીવી એન્કરનો પીછો કરી તેના પર નજર રાખવા એક ટ્રેકિંગ ડિવાઇસ લાગાવ્યું હતુ.
ડિઝિટલ માર્કેટિંગ કંપની ચલાવનાર 31 વર્ષિય મહિલા અને તેના સાગરિતોની 22 ફેબ્રુઆરીએ તેલંગાણા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ અનુસાર, તપાસ દરમિયાન રસપ્રદ જાણકારી સામે આવી છે. ડિઝિટલ માર્કેટિંગનો બિઝનેસ કરનાર 31 વર્ષિય મહિલાએ બે વર્ષ પહેલા એક લગ્ન વિષયક વેબસાઈટ પર ટીવી એન્કરની તસ્વીર જોઈ અને તે પ્રોફાઈલ સાથે ચેટ કરવાનું શરૂ કરી દીધુ. જો કે ત્યાર બાદ તેને ખ્યાલ આવ્યો હતો કે ખાતાધારકે મેટ્રોમોની પર પ્રોફાઇલ પિક્ચર તરીકે પોતાની તસ્વીરની જગ્યાએ ટીવી એન્કરની તસ્વીરનો ઉપયોગ કરી રહ્યો હતો.
તેથી મહિલાએ વધુ શોધખોળ કરી એન્કરનો નંબર મેળવ્યો હતો અને તેનો મેસેજિંગ એપ દ્વારા સંપર્ક કર્યો હતો. પરંતુ એન્કરે કહ્યું કે કોઈ અજાણી વ્યક્તિએ તેના ફોટાનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે અને મેટ્રોમોની સાઇટ પર એક ફેક એકાઉન્ટ બનાવ્યું છે. તેને લઈ તેણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આમ છત્તા મહિલાએ એન્કરને મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતુ. પોલીસે જણાવ્યું કે પરેશાન થઈ એન્કરે મહિલાનો નંબર બ્લોક કરી દીધો હતો. લગ્નની જીદ લઈને બેઠેલી મહિલાએ ટીવી એન્કરના અપહરણની યોજના બનાવી. ત્યાર બાદ એન્કરનું અપહરણ કરવા માટે ચાર લોકોને કામે રાખ્યા અને તેના પર નજર રાખવા માટે એન્કરની કારમાં ટ્રેકિંગ ડિવાઈસ ફિટ કરી દીધુ.
પોલીસે જણાવ્યું કે 11 ફેબ્રુઆરીના રોજ ચાર લોકોએ એન્કરનું અપહરણ કર્યું અને તે મહિલાની ઓફિસે લઈ ગયા. અહીં તેને ઢોર માર માર્યો હતો. પોલીસે કહ્યું કે પોતાના જીવ પર જોખમ જોતા તે મહિલાના કોલનો જવાબ આપવા તૈયાર થઈ ગયો. ત્યાર બાદ તેને જવા દેવામાં આવ્યો હતો. તકનો લાભ લઈ એન્કરે ઉપ્પલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને કલમ 363, 342, 342 અને આઈપીસી સંબંધિત કલમો લગાવી કેસ દાખલ કરવામાં આવ્યો.