England captain blames DRS : ઇંગ્લેન્ડના કેપ્ટને પોતાની હારનો દોષનો ટોપલો ડીઆરએસ પર ઢોળ્યો છે. તેઓએ ટેક્નોલોજીનો દોષ બતાવતા કહ્યું કે ડીઆરએસ પ્રણાલીને વધુ મજબૂત બનાવાની જરૂર છે.
આ પણ વાંચો : પોતાના પીએમ બનવાને લઈ બિલાવલ ભૂટ્ટોનો મોટો ખુલાસો
England captain blames DRS : ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ભારત સામે ટેસ્ટ ઈતિહાસની સૌથી મોટી હારથી ભારે ના ખુશ છે. ભારતે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં 434 રને જીત મેળવી હતી અને પાંચ મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. સ્ટોક્સનું માનવું છે કે તેની ટીમ વિરુદ્ધ કેટલાક ખોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ડીઆરએસ સિસ્ટમમાં ‘અમ્પાયર્સ કોલ’ એ એક એવું પાસું છે જેના પર લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. ઘણા ક્રિકેટ સેલિબ્રિટી ઇચ્છે છે કે ICC તેને હટાવે. બીજી ઈનિંગમાં જેક ક્રોલીને એલબીડબ્લ્યુ આઉટ થવાનું ઉદાહરણ આપતા સ્ટોક્સે પણ આ જ સૂચન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમણે ટેક્નોલોજી બનાવનાર લોકો સાથે પણ વાત કરી છે જેથી કરવામાં આવી રહેલી ભૂલોના અવકાશને સમજવામાં આવે.
સ્ટોક્સે ટેક્નોલોજી સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી હતી
સ્ટોક્સે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, ‘જ્યારે રિપ્લે થયું ત્યારે અમે જેકના DRS વિશે થોડી સ્પષ્ટતા ઈચ્છતા હતા. રિપ્લેમાં બોલ સ્પષ્ટપણે સ્ટમ્પથી ચૂકી ગયો હતો. તેથી જ્યારે તેને અમ્પાયરનો કોલ આપવામાં આવ્યો અને બોલ હકીકતમાં સ્ટમ્પ સાથે અથડાયો ન હતો, ત્યારે અમને થોડું આશ્ચર્ય થયું. તેથી અમે હોક-આઇના લોકો પાસેથી થોડી સ્પષ્ટતા ઇચ્છીએ છીએ. આના પર તેણે જવાબ આપ્યો કે બોલ સ્ટમ્પને અથડાતો હતો પરંતુ પ્રોજેક્શન ખોટું હતું. મને ખબર નથી કે તેનો અર્થ શું છે, પરંતુ ચોક્કસપણે કંઈક ખોટું થયું છે.
બેન સ્ટોક્સ અમ્પાયર કોલ સમાપ્ત કરવાની તરફેણમાં
સ્ટોક્સે કહ્યું, ‘અહીં જે બન્યું તેના પર હું દોષ નથી લગાવી રહ્યો, જેમ કે મે ગત અઠવાડિયે પણ નહોતુ કર્યું. એવું જ છે… શું ચાલી રહ્યું છે?’ રાજકોટ ટેસ્ટમાં રિવ્યુમાં ઇંગ્લેન્ડને ભાગ્યે જ સફળતા મળી હતી અને સ્ટોક્સનું માનવું છે કે DRS સિસ્ટમના ભાગો બદલવાની જરૂર છે. તે ઈચ્છે છે કે પહેલા ‘અંપાયર કોલ’ના નિયમમાં ફેરફાર કરવામાં આવે. તેણે કહ્યું, ‘આ મેચમાં અમ્પાયરોના ત્રણ નિર્ણય અમારી વિરુદ્ધ ગયા. આ ડીઆરએસનો એક ભાગ છે. તમે સાચા છો કે ખોટા છો. કમનસીબે, ભૂલ અમારી વિરુદ્ધ થઈ. હું એમ નથી કહેતો અને ક્યારેય કહીશ પણ નહીં કે આ જ કારણ છે કે અમે આ મેચ ગુમાવી કારણ કે 500 રન એ ઘણા રન છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સ્ટોક્સે હાર બાદ ટેક્નોલોજી પર ઠીકરુ ફોડ્યું
ઈંગ્લેન્ડના કેપ્ટને એ પણ સ્પષ્ટ કર્યું કે તે પોતાની ટીમની હાર માટે ટેક્નોલોજી પર દોષારોપણ નથી કરી રહ્યો, પરંતુ તે ઈચ્છે છે કે DRS સિસ્ટમ વધુ મજબૂત બને. તેણે કહ્યું, ‘એ એવી વસ્તુ નથી જેને તમે રમતના પરિણામનું કારણ માનો છો. જ્યારે તમે તે નિર્ણયોના ખોટા અંત પર હોવ ત્યારે ક્યારેક તે દુઃખ પહોંચાડે છે, પરંતુ તે રમતનો એક ભાગ છે. તમે ઈચ્છો છો કે નિર્ણયો તમારી તરફેણમાં જાય. ક્યારેક તે થાય છે અને ક્યારેક નથી થતું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
અમ્પાયરો અંગે સ્ટોક્સનું નિવેદન
સ્ટોક્સે કહ્યું, તમે માત્ર એક સ્તરની રમત ઈચ્છો છો. અમ્પાયરોનું કામ ખરેખર અઘરું હોય છે. ખાસ કરીને ભારતમાં, જ્યારે બોલ ફરતો હોય છે, ત્યારે તેમના માટે નિર્ણય લેવાનું વધુ મુશ્કેલ બની જાય છે. મારો અંગત અભિપ્રાય છે કે જો બોલ સ્ટમ્પને અથડાતો હોય તો તે સ્ટમ્પને અથડાતો હોય છે. જો હું સંપૂર્ણ પ્રમાણિક છું, તો તેઓએ ‘અમ્પાયર કૉલ’ દૂર કરવો જોઈએ. હું તેમાં વધારે પડવા માંગતો નથી કારણ કે એવું લાગે છે કે અમે તેના પર દોષારોપણ કરી રહ્યા છીએ અને રડી રહ્યા છીએ અને કહી રહ્યા છીએ કે આ જ કારણ છે કે અમે ટેસ્ટ મેચ હારી ગયા, પરંતુ એવું નથી.