Kalki Dham : પૌરાણિક માન્યતાઓ અનુસાર કળિયુગ 432000 વર્ષનો છે. જેનો હાલ પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. જ્યારે કળયુગનો છેલ્લો તબક્કો આવશે ત્યારે, ભગવાન કલ્કિ અવતાર ધારણ કરશે. આમ સંભલનું કલ્કિ ધામ દુનિયાનું પહેલુ એવું ધર્મ સ્થળ હશે જ્યાં ભગવાનના જન્મ પહેલા જ તેની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.
આ પણ વાંચો : નાગરિક પુરવઠા ગોડાઉનમાં ગેરરીતિ રોકવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Kalki Dham : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) જિલ્લામાં કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ મંદિરનું નિર્માણ કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. તેઓએ 1 ફેબ્રુઆરીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ પીએમને મંદિરના શિલાન્યાસ માટે આમંત્રણ આપ્યું હતુ. તેના થોડા દિવસો પછી કોંગ્રેસે પાર્ટી વિરોધી ગેરરીતિઓનું કારણ દર્શાવી આચાર્ય પ્રમોદ કૃષ્ણમ (Acharya Pramod Krishnam)ને 6 વર્ષ માટે પાર્ટિમાથી કાઢી મૂક્યા હતા.
શિલાન્યાસનો કાર્યક્રમ સવારે આશરે સાડા દસ વાગ્યે શરૂ થશે. જેમાં અનેક સંતો, ધાર્મિક નેતાઓ અને મહાનુભાવો સામેલ થશે. આ પ્રસંગે પીએમ મોદી (Narendra Modi)એક જનસભા પણ સંબોધિત કરશે. ભગવાન કલ્કિને ભગાવાન વિષ્ણુનો 10મો અવતાર માનવામાં આવે છે. સંભલમાં બનનાર કલ્કિ ધામને (Kalki Dham) વિશ્વનું સૌથી અનોખુ મંદિર કહેવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના 10 અવતારો માટે 10 અલગ અલગ ગર્ભગૃહ હશે. શ્રી કલ્કિ ધામ મંદિર પરિસર પાંચ એકરમાં બનીને તૈયાર થશે. જેના નિર્માણમાં 5 વર્ષ જેટલો સમય લાગશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કલ્કિ મંદિરની ખાસિયતો
આ મંદિરનું નિર્માણ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આવેલા બંશી પહાડપુરના ગુલાબી પથ્થરોથી થશે. ગુજરાતના સોમનાથ મંદિર અને અયોધ્યા રામ મંદિરનું નિર્માણ પણ આ પથ્થરોથી જ કરવામાં આવ્યું છે. મંદિરનું નિર્માણ 11 ફૂટ ઊંચા ચબુતરા પર થશે. તેના શિખરની ઊંચાઈ 108 ફૂટ હશે. મંદિરમાં 68 તીર્થોની સ્થાપના કરવામાં આવશે. મંદિરમાં ક્યાંય પણ સ્ટીક કે લોખંડનો ઉપયોગ કરવામાં નહિ આવે. કલ્કિ ધામમાં ભગવાન કલ્કિના નવા વિગ્રહની સ્થાપના થશે. જ્યારે જુનુ કલ્કિ પીઠ યથાવત રહેશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કોણ છે ભગવાન કલ્કિ?
પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે કળિયુગ (Kaliyug)માં પાપ પોતાની ચરમ સીમાએ હશે, ત્યારે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કિ દુષ્ટોનો નાશ કરવા માટે અવતાર ધારણ કરશે. અગ્નિ પુરાણના 16માં અધ્યાયમાં કલ્કિ અવતારનું ચિત્રણ તીર-કમાન ધારણ કરેલા એક ઘોડેસવારના રૂપે કરવામાં આવ્યું છે. તેમાં ભગવાન કલ્કિના ઘોડાનું નામ દેવદત આપવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર કળિયુગ 432000 વર્ષનો છે. જેનો હાલ પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો છેલ્લો તબક્કો શરૂ થશે. ત્યાર કલ્કિ અવધાર ધારણ કરશે. આમ સંભલનું કલ્કિ ધામ દુનિયાનું પહેલુ એવું ધર્મ સ્થળ હશે જ્યાં ભગવાનના જન્મ પહેલા જ તેની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.