જામનગરમાં બનશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jamnagar Super Specialty Hospital : જામનગરની જીજી હોસ્પિટલના પરિસરમાં રૂ. 575 કરોડ ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થશે. 1150 બેડની આ હોસ્પિટલમાં 650 બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને 500 બેડ માતૃબાળ સેવાઓ માટે ઉપલબ્ધ બનશે.

આ પણ વાંચો : રાજસ્થાનમાં ભૂજના પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 5 લોકોના મોત

PIC – Social media

575 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ

Jamnagar Super Specialty Hospital : રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે (Health Minister Rushikeshbhai Patel) જણાવ્યું કે, રાજ્યના નાગરિકો માટે જન સુવિધાઓમાં ઉતરોત્તર વધારો કરવાના મંત્ર સાથે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. જામનગર જી.જી હોસ્પિટલ એક્સપાન્શન સંદર્ભ જણાવ્યું છે કે, જી.જી.હોસ્પિટલ (GG Hospital) પરિસરમાં રૂ. 575 કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે. આ નવીન હોસ્પિટલ જામનગર સહિત પડોશી જીલ્લાના નાગરીકોની સુખાકારીમાં વધારો કરશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળશે આ સારવાર

1150 પથારીની હોસ્પિટલમાં 650 બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને 500 બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે. નવીન હોસ્પિટલમાં ઓ.પી.ડી, આઇ.પી.ડી, રસીકરણ, ઇમરજન્સી સારવાર, આઇ.સી.યુ, ઓપરેશન, નિદાન, ડી.ઇ.આઇ.આર.સી. (ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન એન્ડ રીહેબિલિટેશન સેન્ટર), એન.આર.સી.(ન્યુટ્રીશનલ રીહેબીલીટેશન સેન્ટર), સ્પેશ્યલ વેલ બેબી કલીનીક, એડોલસંટ કલીનીક, વગેરે જેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નોંધનીય છે કે, હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં 2145 બેડની સુવિધા ઉપલબ્ધ છે. વર્ષ 2021 થી 23 માં 14.70 લાખ દર્દીઓએ સારવાર મેળવી. 24.39 લાખ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા. 17,307 સફળ પ્રસુતિ થઈ. 18,727 મેજર અને 35,565 માઇનોર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગીર સોમનાથને મળશે જિલ્લા કક્ષાની હોસ્પિટલ

બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લાના તલાલા ખાતે રૂ. 5.77 કરોડના ખર્ચે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર (Community Health Centre)નું નિર્માણ કરાશે તે માટે વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં નાગરિકોને આરોગ્ય સુવિધા મળી રહે એ માટે એક જનરલ હોસ્પિટલ, બે પેટા જિલ્લા હોસ્પિટલ, છ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. વેરાવળ ખાતે જિલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલમાં 150 પથારીની સુવિધા ઉપલબ્ધ છે. ગીર ગઢડા અને ઉના તાલુકામાં બે પેટા જિલ્લા હોસ્પિટલો હાલ સી.એચ.સી ખાતે કાર્યરત છે. જે બંનેમાં 50-50 પથારીની સુવિધા ઉપલબ્ધ છે.