Nokia Upcoming Smartphones: જો તમે NOKIA બ્રાન્ડના સ્માર્ટફોન પસંદ કરો છો, તો તમારા માટે કંપની મોટુ સરપ્રાઇઝ પ્લાન કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર નોકિયા આ વર્ષે આશરે 17 નવા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ વખતે અપકમિંગ સ્માર્ટફોનમાં ગ્રાહકોને ઘણાં બદલવા પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચો : ઓટો મેન્યુફેક્ચરિંગને લઈ નિતિન ગડકરીએ આપ્યું મોટુ નિવેદન
Nokia Upcoming Smartphones: NOKIA છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઈન્સમાં છે. તાજેતરમાં નોકિયાને લઈને HMD દ્વારા એક મોટું સ્ટેપ લેવામાં આવ્યું છે. કંપનીએ તાજેતરમાં નોકિયાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઈટને રિબ્રાન્ડ કર્યું છે. હવે વેબસાઇટે Nokia.com ને HMD.com સાથે રિપ્લેસ કર્યું છે. નોકિયાનું X સોશિયલ મીડિયા હેન્ડલ @nokiamobile થી @HMDglobal માં બદલાઈ ગયું છે. HMDના આ પગલા બાદ સમાચાર આવી રહ્યા હતા કે નોકિયા સ્માર્ટફોનનું પ્રોડક્શન બંધ થઈ જશે, પરંતુ હવે નોકિયા ફોનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
HMDએ પોતાના બ્રાન્ડ નેમ હેઠળ સ્માર્ટફોન બનાવવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં લોકોને લાગ્યું કે નોકિયાની કહાની ખતમ થઈ ગઈ છે પરંતુ હવે નોકિયા મોટો ધડાકો કરવા માટે તૈયાર છે. આવનારા સમયમાં નોકિયા એક કે બે નહીં પરંતુ 17 નવા સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરી શકે છે. જો આવું થાય, તો તે નોકિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું કમબેક હશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
નોકિયા 17 નવા ફોન લોન્ચ કરશે
તમને જણાવી દઈએ કે નોકિયા એક નવી સફરની શરુઆતમાં વ્યસ્ત છે. એક નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે નોકિયા 2024માં લગભગ 17 નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નોકિયા આ મહિનાની મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં તેના આવનારા સ્માર્ટફોનની યાદીમાંથી કેટલાક ફોન રજૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે નોકિયાના આ નવા ફોન IMEI ડેટાબેસમાં જોવા મળ્યા છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
2026 સુધી HMD બનાવશે નોકિયાના ફોન
GSM ચીનના રિપોર્ટ અનુસાર, આ નવા નોકિયા ફોનના મોડલ નંબર TA-1603 થી TA-1628 સુધીના હોઈ શકે છે. આમાંના કેટલાક મોડલ MWC પર લોન્ચ કરવામાં આવી શકે છે. સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો પગ જમાવવા અને અન્ય બ્રાન્ડ્સને સખત સ્પર્ધા આપવા માટે, કંપની તેના સ્માર્ટફોન્સમાં ઘણા મોટા ફેરફારો પણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે નોકિયા અને HMD વચ્ચે 2016માં 10 વર્ષ સુધી ભાગીદારી હતી. એટલે કે 2026 સુધી HMD નોકિયા ફોન બનાવશે. આનો અર્થ એ થયો કે થોડા વર્ષો માટે માત્ર HMD નોકિયા ફોનનું ઉત્પાદન કરશે. જો કે, HMD તેની પોતાની બ્રાન્ડના ફોન પણ બજારમાં લોન્ચ કરશે.