3 લાખ સિમ બંધ, 1.4 લાખ મોબાઈલ નંબર બ્લોક

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Online Fraud : જો તમે સ્માર્ટફોન કે ફિચર ફોન વાપરતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. વધતા ડિઝિટલ ફ્રોડને લઈ સરકાર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જ સરકારે ડિઝિટલ ફ્રોડને રોકવા માટે હજારો મોબાઈલ નંબર બ્લોક કરી દીધા છે સાથે જ આશરે 3 લાખ સિમને બંધ કર્યા છે.

આ પણ વાંચો : ચલો દિલ્હી : ભભૂક્યો ખેડૂતોનો રોષ, ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ

PIC – Social Media

Online Fraud : કેન્દ્ર સરકાર ટેક્નોલોજીની દુનિયામાં ઝડપથી વધી રહેલા ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) અને કૌભાંડોને રોકવા માટે સતત પગલાં લઈ રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે નાણાકીય છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે 1.4 લાખ મોબાઈલ નંબર બ્લોક કરી દીધા છે. સત્તાવાર રીલીઝ મુજબ, બ્લોક કરાયેલા નંબરોનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી માટે કરવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તમને જણાવી દઈએ કે તાજેતરમાં નાણાકીય સેવા સચિવ વિવેક જોશીની અધ્યક્ષતામાં નાણાકીય સેવા ક્ષેત્રમાં સાયબર સુરક્ષા પર એક બેઠક યોજાઈ હતી. એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ ઈન્ટીગ્રેશન દ્વારા સિટીઝન ફાઈનાન્શિયલ સાયબર ફ્રોડ ઈન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (CFCFRMS) પ્લેટફોર્મ પર બેંકો અને નાણાકીય સંસ્થાઓના ઓનબોર્ડિંગ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ડિજિટલ વિશ્વના ઝડપી વિસ્તરણ સાથે, ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. હેકર્સ અને સ્કેમર્સ લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આ ક્રમમાં હવે સરકાર પણ કડક બની છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

500 થી વધુની ધરપકડ

બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે CFCFRMS પ્લેટફોર્મને નેશનલ સાયબર ક્રાઈમ ઈન્ફોર્મેશન પોર્ટલ (NCRP) સાથે જોડવામાં આવશે. આનો મોટો ફાયદો એ થશે કે બેંકો, પોલીસ અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે તાલમેલ જળવાઈ રહેશે. મીટીંગમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે ખોટા ઈરાદા સાથે મોકલનારા લગભગ 19,776 નંબરોને બ્લેક લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, છેતરપિંડી અંગે 500થી વધુ ધરપકડ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : 12 પાસ માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, જાણો ક્યારે કરી શકશો અરજી

આજકાલ સ્કેમર્સ કોલ દ્વારા ડિજિટલ ફ્રોડમાં વધાર થયો છે. તેને રોકવા માટે, છેતરપિંડી અને કૌભાંડમાં સામેલ લગભગ 3.08 લાખ સિમ પણ સરકારે બ્લોક કરી દીધા છે. રિપોર્ટ અનુસાર લગભગ 50 હજાર IMEI નંબર, 592 ફેક જેન્ડર અને 2194 URL ને પણ બ્લોક કરવામાં આવ્યા છે.