Haldwani Violence : ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરુવારે સાંજે મસ્જિદ તોડી પાડવામાં આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 200 પોલીસકર્મીઓ સહિત 300થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંંચો : 9 February : જાણો, આજનો ઈતિહાસ
Haldwani Violence : ઉત્તરાખંડના (Uttarakhand) નૈનિતાલ જિલ્લાના હલ્દવાની (Haldwani)માં ગુરુવારે ઉપદ્રવીઓએ ભારે આતંક મચાવ્યો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસે કર્ફ્યુ લગાવો પડ્યો હતો અને ઉપદ્રવીઓને જોતા જ ઠાર કરવાનો (Shoot At Sight) આદેશ જાહેર કર્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને 200થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ઉત્તરાખંડમાં ગુરુવારે એક મસ્જિદ (Masjid) તોડી પાડવામાં આવ્યા બાદ ભારે હોબાળો થયો હતો. આખું શહેર હિંસાની ઝપેટમાં આવી ગયું હતુ. પોલીસ કંઈ કરે ત્યાં સુધીમાં તો ઉપદ્રવીઓએ પોતાની યોજનાને અંજામ આપી દીધો હતો. પોલીસ અને પ્રશાસનની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. એક તબક્કે હિંસા (Violence) એટલી ઉગ્ર બની હતી કે પોલીસને પીછેહઠ કરવી પડી હતી.
હિંસામાં 6 લોકોના મોત
અહેવાલ આવી રહ્યાં છે કે આ હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. અનેક લોકો ઘાયલ છે જેમાં પોલીસ અને સામાન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. આખા હલ્દવાનીમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ આપ્યો છે, તેના પરથી પરિસ્થિતિ કેટલી નાજુક છે તેનો અનુમાન લગાવી શકાય છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
હિંસા અને અફવાઓને રોકવા માટે ગુરુવારે રાતથી શહેરમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે આજે તમામ શાળાઓ પણ બંધ રહેશે. આ સમગ્ર અરાજકતામાં જોની, અનસ, રીસ ફહીમ, ઈસરાર અને સિવાન નામના લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં હલ્દવાનીના એસડીએમ પરિતોષ વર્મા, કાલાઢુંગીના એસડીએમ રેખા કોહલી, સીઓ સ્પેશિયલ ઓપરેશન નીતિન લોહાની અને લગભગ 200 અન્ય પોલીસકર્મીઓ સામેલ છે.
હિંસા કેમ ફાટી નીકળી?
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkarshigh Dhami)એ રાજ્યની સરકારી જમીનો પર ગેરકાયદે અતિક્રમણ દૂર કરવા સૂચના આપી છે. આ જ ક્રમમાં મહાનગરપાલિકાની ટીમે બાણભૂલપુરાના ઈન્દિરા નગર વિસ્તારમાં મલિકના બગીચામાં બનાવેલ ગેરકાયદેસર મદરેસા અને નમાઝની જગ્યાને જેસીબી મશીનની મદદથી તોડી પાડી હતી. આ પછી, નજીકમાં રહેતા તમામ કથિત અરાજકતાવાદી તત્વોએ પોલીસ અને વહીવટીતંત્ર પર પથ્થરમારો કર્યો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. મળતી માહિતી મુજબ, આ દરમિયાન ત્યાં હાજર ઘણા પત્રકારોને ઈજાઓ પણ થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગેરકાયદેસર હથિયારોથી પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.