નવા વર્ષે કરો ભૂટાનની ફ્રી ફેમેલી ટૂર, જાણો કઈ રીતે?

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ
Spread the love

Bhutan Tour Packages: આપણો પાડોશી દેશ ભૂટાન વિશ્વનો એકમાત્ર ઝીરો કાર્બન દેશ છે. ભૂટાન( Bhutan) ની સંસ્કૃતિ અને સુંદરતા માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આકર્ષે છે.

આ પણ વાંચો : લોકસભા 2024ની ચૂંટણીમાં કોણ મારશે બાજી, જુઓ શું કહે છે સર્વે?

Freepik

જો કે, ભારતીયો માટે અહીં જવું ખૂબ જ સરળ છે કારણ કે આ દેશમાં ફરવા માટે વિઝા કે પાસપોર્ટની જરૂર પડતી નથી. તો આજે અમે તમને જણાવીશું કે ભૂતાન ( Bhutan) કેવી રીતે જવું, તે પણ પૈસા વગર. તમે માનો કે ના માનો, પરંતુ એ વાત એકદમ સાચી છે કે તમે તમારા પરિવાર સાથે મફતમાં ભૂટાન જઈ શકો છ.

ભૂટાન ( Bhutan) જવા માટે ઘણા રસ્તાઓ છે અને જો તમે આખા પરિવાર સાથે ફરવા માંગતા હો, તો ઓછામાં ઓછા 7 દિવસનો પ્લાન બનાવો. જો તમે આ લેખમાં અમારા દ્વારા ઉલ્લેખિત પદ્ધતિનું અનુસરણ કરશો, તો તમે સંપૂર્ણપણે ફ્રીમાં ભૂટાનનો પ્રવાસ કરી શકશો. તો સૌથી પહેલા આપણે જાણીએ કે 4 લોકોના પરિવાર માટે ભૂતાન જવા માટે કેટલો ખર્ચ થશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

Freepik

ભૂતાન પહોંચવા માટે તમારે કેટલો ખર્ચ કરવો પડશે?

જો તમે દિલ્હીથી મુસાફરી કરી રહ્યા હોવ તો પહેલા તમારે બાગડોગરા એરપોર્ટની ફ્લાઈટ પકડવી પડશે. એક વ્યક્તિનું વન-વે ભાડું અંદાજે રૂ. 5,000 છે, જ્યારે 4 સભ્યોના પરિવારે આ માટે રૂ. 20,000 ચૂકવવા પડશે. જો તમે બાગડોગરાથી ભૂટાન ( Bhutan) પ્રાઈવેટ ટેક્સી લો છો તો તેની કિંમત લગભગ 9,000 રૂપિયા થશે.

બાગડોગરા એરપોર્ટથી લગભગ 8-9 કિલોમીટર દૂર સિલિગુડી બસ ટર્મિનલથી ભૂટાનમાં ફુનસોલિંગ માટે બસો ચલાવવામાં આવે છે. બંને શહેરો વચ્ચેનું અંતર 480 કિલોમીટર છે અને અહીં પહોંચવામાં 4-5 કલાકનો સમય લાગે છે. ભાડું માત્ર 250 રૂપિયા છે, તેથી તમે 1000 રૂપિયામાં ભૂટાન પહોંચી જશો. પરત ફરવા માટે તમારે માત્ર એક હજાર રૂપિયા ખર્ચવા પડશે. બાગડોગરાથી દિલ્હી પાછા ફરવાનું ફ્લાઇટનું ભાડું લગભગ 20 હજાર રૂપિયા હશે. જે તમારે ચૂકવવા પડશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

Freepik

હોટેલ ભાડું કેટલું હશે?

મેક માય ટ્રિપ વેબસાઈટ મુજબ, તમે ભૂતાનની રાજધાની થિમ્પુમાં 4-5 હજાર રૂપિયા પ્રતિ દિવસના ભાડામાં આસાનીથી આલીશાન હોટેલ મેળવી શકો છો. આવી સ્થિતિમાં, જો તમે સરેરાશ 4 હજાર રૂપિયા રાખો છો, તો તમારે 7 દિવસમાં 28 હજાર રૂપિયા ખર્ચવા પડશે. ખાવા-પીવા અને મુસાફરી સહિત કુલ ખર્ચ 30 હજાર રૂપિયા થશે.

સમગ્ર પ્રવાસનો કેટલો ખર્ચ થશે?

ઉપર આપવામાં આવેલી માહિતી અનુસાર, 4 સભ્યોના પરિવારને દિલ્હીથી બાગડોગરા જવા માટે 40 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે.

વાપરેલી રકમ કઈ રીતે મેળવશો?

આજે અમે તમને જણાવીશું કે તમારી ટૂર કેવી રીતે ફ્રી થઈ શકે છે. ખરેખર, જો તમે ભૂટાન જઈ રહ્યા છો તો ત્યાંથી ટેક્સ ફ્રી સોનું ખરીદવાનું ભૂલશો નહીં. ભૂટાનમાં 24 ડિસેમ્બરે 24 કેરેટ સોનાની કિંમત 45,278 રૂપિયા છે. જ્યારે ભારતમાં તમને તે 60 હજાર રૂપિયાથી વધુમાં મળશે. તમે આ રીતે તમારી બચત કરી શકો છો.

આ પણ વાંચો : Anupama : આ ટીવી એક્ટ્રેસે છોડ્યો શૉ, જાણો શું છે હકીકત?

જો તમે ભૂટાનથી ટેક્સ ફ્રી સોનું ખરીદો છો તો સમજી લો કે તમે સારી એવી આવક બચાવી શકો છો. અને તે પૈસાથી તમે ભુતાનમાં ફરવાની મજા માણી શકો છો અને ગોલ્ફની શોપિંગ પણ કરી શકો છો.