India’s cheapest market : શોપિંગ (Shoping)ના શોખીન લોકો હંમેશા વિવિધ માર્કેટની મુલાકાત લેતા રહેતા હોય છે. ત્યારે ભારતના કેટલાક માર્કેટ પોતાની ખાસિયતને લઈ જાણીતા છે. પણ શું તમને ખબર છે કે ભારતમાં સૌથી સસ્તા અને પ્રખ્યાત માર્કેટ (cheapest market) ક્યાં છે. જી હા આ બજારોમાં જઈને તમે ઓછા બજેટમાં પણ ઢલગા મોઢે વસ્તુઓ ખરીદી શકો છો. ખરીદી કરવી કોને ન ગમે, પણ બજેટ ઓછુ હોવાથી ઘણાં લોકો પોતાની મનપસંદ વસ્તુ ખરીદી શકતા નથી. ત્યારે અમે આજે આપને દેશના એવા કેટલાક માર્કેટ વિશે જણાવીશું, કે જ્યાં જઈ તમે અનલિમિડેટ શોપિંગ કરી શકો છો.
આ પણ વાંચો : ભરશિયાળે માવઠાનો માર, હજુ ઘાત ટળી નથી
ક્રોફર્ડ માર્કેટ
મુંબઈમાં આવેલા ક્રોફર્ડ માર્કેટ ટ્રેન્ડી અને લેટેસ્ટ આઈટમ્સની ખરીદી માટે જાણીતું છે. મુંબઈના સૌથી જુના માર્કેટમાંથી એક ક્રોફર્ડ માર્કેટમાંથી તમે ઈન્પોર્ટેડ ચોકલેટ, કટલેરી, બ્યુટી પ્રોડક્ટ્સ, સ્ટાઈલિશ ડ્રેસ, પરફ્યુમ અને ગ્રોસરીની ખરીદી કરી શકો છો અને તે પણ સસ્તામાં.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
ચાંદની ચોક બજાર
દિલ્હીની ચાંદની ચોક બજાર દેશના સૌથી સસ્તા માર્કેટમાંથી એક છે. જુના દિલ્હીમાં આવેલા આ માર્કેટમાં ટ્રેડિશનલ ઘરેણાંથી માંડી બ્રાઈડલ લહેંગા, એથનિક ડ્રેસ, સુકામેવા, ઈલેક્ટ્રોનિક આઈટ્મસ અને મસાલાઓની ખરીદી કરી શકો છો.
જોહરી માર્કેટ
રાજસ્થાનના પાટનગર જયપુરમાં આવેલી જોહરી બજાર દેશના સૌથી સસ્તા માર્કેટમાંથી એક છે. હવા મહેલ પાસે આવેલું આ માર્કેટ નામ એવા જ ગુણ ધરાવે છે. જી હા આ માર્કેટમાં આપને મિરર વર્ક જ્યુલરી, રાજસ્થાની હેન્ડીક્રાફ્ટ, ઈન્ટ્રીકેટ એમ્બ્રોઈડરી, ફર્નિશિંગ આઈટ્મસ અને હોમ ડેકોરેશનનો સામાન ખુબ જ વ્યાજબી ભાવે મળી જાય છે.
સુરત ટેક્સટાઇલ માર્કેટ
ગુજરાતના સુરતને દેશનું ટેક્સટાઈલ કેપિટલ માનવામાં આવે છે. સુરતમાં દેશનું સૌથી મોટુ કાપડ બજાર છે. ભારતમાં ઉપયોગમાં લેવાતું 90 ટકા પોલિસ્ટર કાપડ સુરત જ પુરુ પાડે છે. એવામાં સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી તમે ખુબ સસ્તામાં કપડા અને તેને લગતી વસ્તુઓની ખરીદી શકો છો.
આ પણ વાંચો : પાકિસ્તાને આપી આડકતરી ધમકીઃ ભારત ત્યાં રમવા ન આવે તો
ન્યુ માર્કેટ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં પણ દેશનું સૌથી સસ્તુ માર્કેટ આવેલું છે. આ માર્કેટ ન્યુ માર્કેટ નામે જાણીતું છે. આ બજારમાંથી તમે બંગાળની ટ્રેડિશનલ સાડીની ખરીદી કરી શકો છો. સાથે જ બ્રાઇડલ શોપિંગ અને રંગ બેરંગી બંગડીઓની ખરીદી માટે તમે ન્યુ માર્કેટની મુલાકાત લઈ શકો છો.