મુકેશ અંબાણીને ધમકી આપનાર નીકળ્યો પોલીસપુત્ર

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jagdish, Khabri Media Gujarat

થોડા દિવસો પહેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેલ મારફતે ધમકી આપનાર અને ખંડણી માંગનાર યુવાનની પોલીસે ધરપકડ કરી છે. મુકેશ અંબાણીને ધમકી આપનારને મહારાષ્ટ્ર પોલીસે કલોલથી દબોચી લીધો છે. આ યુવક કલોલ પોલીસ લાઈનમાં રહેતો હોવાનું અને પોલીસપુત્ર હોવાનું સામે આવ્યું છે. 21 વર્ષીય રાજવીર ખંતની ધરપકડ બાદ પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવાર ઘરે તાળું મારી પલાયન થઈ ગયો હતો.

આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લામાં શરૂ થશે વિમાનનું નિર્માણ

21 વર્ષિય રાજવીર ખંતે વીપીએનનો ઉપયોગ કરી અલગ અલગ ઈમેલ કરી મુકેશ અંબાણીને ધમકી આપી હતી. પોલીસે આ વિશે તપાસ કરતા જાણવા મળ્યું કે આ ઈમેલ ગુજરાત અને તેલંગાણાથી મોકલવામાં આવ્યાં છે. ત્યાર બાદ પોલીસે ગુજરાતના કલોલમાંથી રાજવીર અને તેલંગાણાથી 29 વર્ષના ગણેશ વનપારઘીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : તાળી પાડો અને રામનું નામ લો તો હાર્ટ અટેક અડશે પણ નહીં: મોરારી બાપુ

રાજવીર નામના યુવાને અલગ અલગ મેઈલ દ્વારા મુકેશ અંબાણી પાસેથી 400 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી. એટલુ જ નહિ પૈસા નહિ ચૂકવે તો મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા કલોલથી રાજવીરથી ધરપકડ કરી હતી. રાજવીર કલોલમાં પોલીસ લાઈનમાં રહેતો હોવાની તેમજ પોલીસકર્મીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.

યુવાનની ધરપકડ બાદ પોલીસ પરિવાર પલાયન

પુલીસ પુત્રની ધરપકડ બાદ કલોક પોલીસ લાઈનમાં રહેતા અને ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને તેનો પરિવાર ક્વાટરમાં તાળા મારી પલાયન થઈ ગોય હતો. પોલીસે પડોશીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, પોલીસકર્મી અને તેનો પરિવાર અહીં રહેતો હતો કે નહિ તેની કંઈ ખબર ન હોવાનું રટણ કરી રહ્યાં છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.