NASA : નાસાએ હલબ ટેલિસ્કોપ (Hulab Telescope)ની મદદથી કેપ્ચર કરેલી એક તસ્વીર (Photo) જોઈને તમને થશે કે બ્રહ્માંડમાં કોઈ સફેદ પરી ઊભી હોય. જી હા આ તસવીર આપણી પૃથ્વીથી 2000 પ્રકાશ વર્ષ દૂર રહેલી એક ગેલેક્સી (Galaxy) ની છે. તેને જોતા એમ લાગે છે કે જાણે કોઈ સુંદર પરી ઊભી હોય…
આ પણ વાંચો : કલકત્તા હાઇકોર્ટના બે જજ વચ્ચે ડખ્ખો, જાણો શું છે સમગ્ર મામલો
કહેવાય છે કે બ્રહ્માંડમાં એક એવી જગ્યા છે જે રહસ્યોથી ભરેલી છે. તેના વિશે વૈજ્ઞાનિક ઘણું જાણવા છતા પણ અજાણ છે. અહીં અવારનવાર નવા ગ્રહોની શોધ થતી રહે છે. વૈજ્ઞાનિકો દ્વારા જાહેર કરવામાં આવતી તસવીરોમાં બ્રહ્માંડમાં ક્યારેક પ્રકૃતિની સુંદરતા તો ક્યારેક વિકરાળ રૂપ જોવા મળે છે. હાલમાં જ સામે આવેલી તસવીર પણ કંઈક આવી જ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સ્પેસ એજન્સી નાસાએ (Nasa) હબલ ટેલિસ્કોપ દ્વારા ખેંચેલી તસવીર ચોંકાવનારી છે. આ તસવીર આપણા ગ્રહથી 2 હજાર પ્રકાશવર્ષ દૂર આવેલી એક ગેલેક્સની છે. જે કોઈ સુંદર પરી જેવી દેખાય રહી છે. જોતા લાગતુ જ નથી કે આ ફોટો હકીકતમાં છે, શું ખરેખર પરી જેવી સુંદર ગલેક્સી હશે?
તસ્વીર એક શાર્પલેસ 2-106 નેબ્યુલાની છે. અહીં તારા નિર્માણ વિસ્તાર, અંતરિક્ષમાં ઉડતા આકાશીય હિમ દેવદુત જેવુ દેખાય છે. નાસાએ તસ્વીર શેઅર કરતા લખ્યું, ધૂળની એક રિંગ એક બેલ્ટના રૂપમાં કરતા એક નેબ્યુલાના ઓવરગ્લાસ આકારમાં સંકોચાઇ રહ્યું છે. પોસ્ટને એક દિવસ પહેલા શેઅર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તેના પર 4.9 લાખથી વધુ લાઇક આવી ચૂકી છે. તે સિવાય લોકોએ ઘણી કોમેન્ટસ પણ કરી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝર્સે લખ્યુ કે, આ તો કોઈ પરી જેવી દેખાય છે. વિશ્વાસ નથી થતો કે બ્રહ્માંડ આટલુ સુંદર છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જણાવી દઈએ કે કેટલાસ સમય પહેલા યુરોપીય અવકાશ એજન્સીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વિડિયોઝની એક સિરિઝ શેઅર કરી હતી. જેમા ગહન અવકાશના ક્યારેય ન જોયેલા અને અવિશ્વસનીય દ્રશ્યો જોવા મળે છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા કેપ્ચર કરવામાં આવેલા આ ફોટો એક તારાના સુપરનોવા અવશેષ છે. જેમાં વિસ્ફોટ થાય છે અને કાચની જેમ વેરવિખેર થઈ જાય છે.