World Cup Final Fever : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર બ્લુ જર્સીનો મહાસાગર

ખબરી ગુજરાત ગુજરાત રમતગમત
Spread the love

Jagdish, Khabri Media Gujarat

World Cup Final 2023 : આજે ક્રિકેટ જગતનો સૌથી મોટો ઉત્સવ વર્લ્ડ કપ 2023 (World Cup Final 2023) પોતાની ચરમસીમાએ છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની (IND vs AUS) મેચને માણવા માટે દરેક ક્રિકેટ ફેન્સમાં અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે. જ્યાં ફાઈનલ રમાવાની છે એવા અમદાવાદ (Ahmedabad)માં શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થાય તેવો માહોલ છે. માત્ર અમદાવાદ જ નહિ, આખા દેશમાં ઉજવણીનો માહોલ છે. આખા વિશ્વની મીટ વર્લ્ડ કપ 2023ની ફાઇલન પર મંડાયેલી છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના આ બે ખેલાડીઓ વર્લ્ડ કપની ગોલ્ડન બેટ અને બોલ જીતશે

જ્યારથી ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી ત્યારથી લઈ અત્યાર સુધીમાં આશરે 15 કરોડથી વધુ ટીમ ઈન્ડિયાની બ્લ્યુ જર્સીનું વેચાણ થયું છે.

વિશ્વનું સૌથી મોટુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ Narendra Modi Stadium) આજે ભવ્ય ઈતિહાસનું સાક્ષી બનનાર છે. વર્લ્ડ કપની ફાઈનલ આજે બપોરે 2 વાગ્યે રમાનાર છે. પણ તે પહેલા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટ ચાહકોનો મેળા જેવો મહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ લોકો પોતાના દરેક કામ પડતા મૂકી સ્ટેડિયમ બહાર વાદળી જર્સીમાં જોવા મળી રહ્યાં છે. જાણે સ્ટેડિયમ બહાર વાદળી મહાસાગર ઘુઘવતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

ચારેય બાજુ વર્લ્ડકપનો ફાઈનલ ફિવર ચડ્યો છે. ફાઇનલ મેચ જોવા માટે વીવીઆઈપીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ, ગૃહમંત્રી અમિતશાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, જ્યોતિરાદિત્ય સિંધ્યા, અનુરાગ સિંહ ઠાકુર, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ સહિતના દિગ્ગજોનો સમવેશ થાય છે. તેમજ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ અમદાવાદ ખાતે પહોંચશે. આ સિવાય દિગ્ગજ નેતાઓ અને અભિનેતાઓ દેશના ખૂણે ખૂણેથી ભારતીય ટીમને સમર્થન કરવા પહોંચી રહ્યાં છે.